પ્રાદેશિક સમાચાર

August 8, 2024 4:59 PM

ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત્ રાખ્યો છે

ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત્ રાખ્યો છે. આ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં, RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, નાણાકીય નીતિ સમિતિ-MPC એ રેપો રેટને સાડા છ ટકા પર યથાવત્ રાખ્યો છે. મે- 2022થી સતત છ વાર દર વધાર્યા બાદ ગયા વર્ષના એપ્રિલ મહિના...

August 8, 2024 10:17 AM

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા એક ખાનગી કંપનીના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર સ્વાસ્થ્ય પરીક્ષણ માટે મોબાઈલ વાન શરૂ કરવામાં આવી

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા એક ખાનગી કંપનીના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર સ્વાસ્થ્ય પરીક્ષણ માટે મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે. આ મોબાઇલ વાન ખાસ કરીને જ્યાં આરોગ્ય પરીક્ષણ ની સવલતો મળતી નથી ત્યાં સેવા આપશે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં કામદારોને રાહતદરે આ સેવાઓ ઉપલબ્ધ કરવા માં આવશે. સંસ્થા દ્વ...

August 8, 2024 10:16 AM

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 72 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 72 થયો છે, જ્યારે વધુ બે કેસનો ઉમેરો થતા કુલ કેસની સંખ્યા વધીને 161 થઈ છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલમાં વાયરલ ચાંદીપુરાના ૧૩ દર્દી દાખલ છે તથા ૭૬ દદીઓને રજા આપવામાં આવી છે. કુલ સાત લાખ 43 હજાર ઘરોમાં મેલેથિયોન પાઉ...

August 8, 2024 10:14 AM

આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી હર્ષ સંઘવીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ મુખ્ય ચાર શહેરમાં 2થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુ...

August 8, 2024 10:12 AM

આજે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે.

આજે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23મા સાંસ્કૃતિક 'હરસિદ્ધિ વન'નું લોકાર્પણ કરશે. 'હરસિદ્ધિ વન'માં વિવિધ પ્રજાતિના 41 હજાર 619 રોપાનું વાવેતર થયું છે. જ્યારે 75મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે રાજ્યમાં 10 કરોડથી વધુ રો...

August 8, 2024 10:00 AM

ગુજરાત વડી અદાલતે દ્વિ ચક્રિય વાહનોના ચાલક અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે.

ગુજરાત વડી અદાલતે દ્વિ ચક્રિય વાહનોના ચાલક અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરજિયાત હેલ્મેટના કાયદાના અમલ માટે રાજ્ય સરકારને તાકીદ કરી છે અને અમલીકરણ કરવા 15 દિવસનું આખરીનામું આપ્યું છે. આ ઉપરાંત વડી અદાલતે રોં...

August 7, 2024 8:30 PM

નવ રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે

નવ રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટે આ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે. ઉમેદવારો 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22મીએ થશે

August 7, 2024 8:28 PM

સરકારે આજે દાવો કર્યો છે કે 2023-24ની વર્તમાન ખાંડ મોસમમાં શેરડીના ખેડૂતોનાં બાકી લેણામાંથી જુલાઇ મહિના સુધીમાં લગભગ 95.3 ટકાની ચૂકવણી કરી દેવામાં આવી છે

સરકારે આજે દાવો કર્યો છે કે 2023-24ની વર્તમાન ખાંડ મોસમમાં શેરડીના ખેડૂતોનાં બાકી લેણામાંથી જુલાઇ મહિના સુધીમાં લગભગ 95.3 ટકાની ચૂકવણી કરી દેવામાં આવી છે. લોકસભામાં લેખિત જવાબમાં ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, શેરડીના ખેડૂતોનાં બાકી લેણા ચૂકવવા માટે કેન્દ્ર સરકારે વિવિધ પગ...

August 7, 2024 8:04 PM

પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છર જન્ય રોગનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે

પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છર જન્ય રોગનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે. છેલ્લા એક માસમાં જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવર સહિતના અલગ અલગ રોગોના બાળકોના 2 હજાર 665 જેટલા કેસો નોંધાયા છે. આ અંગે ગોધરા સિવિલના પીડીયાટ્રીક, ડોક્ટર પ્રાચી શાહે જણાવ્યું કે, સિવિલ ખાત...

August 7, 2024 8:03 PM

નારી વંદન ઉત્સવ 2024ની રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે

નારી વંદન ઉત્સવ 2024ની રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને "મહિલા નેતૃત્વ દિવસ"ની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા ‘‘નારી વંદન ઉ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.