પ્રાદેશિક સમાચાર

August 9, 2024 8:42 AM

પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ – કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી

પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ - કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. પોર્ટના ચેરમેન સુશિલકુમાર સિંઘે પોર્ટ ખાતે આયાત નિકાસની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. પ્રભારીમંત્રીએ કંડલા પોર્ટ દ્વારા ગાંધીધામ શહેરના વિકાસ માટે કરવામાં આવી રહેલા...

August 9, 2024 8:25 AM

નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજનવિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે.

વર્ષો જૂની રાજ પરંપરા મુજબ આજે નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજનવિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે. ભુજિયા ડુંગર ઉપર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છ રાજવી પરિવારના મોભી પ્રીતિદેવીની સૂચનાનુસાર પૂજા અર્ચના કુંવર ઇન્દ્રજિતસિંહજી જાડેજાના હસ્તે સવારન...

August 9, 2024 8:22 AM

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો.

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો.. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામા...

August 9, 2024 7:55 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિદ્વારકા જિલ્લા ખાતે 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિદ્વારકા જિલ્લા ખાતે 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બન...

August 8, 2024 8:28 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે

રાજ્યમાં અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 82.67 ટકા જ્યારે સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 49 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.. રાજ્યના જળશયોની સ્થિતિની જાહેર થયેલી સત્તાવાર માહિતી અનુસાર સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 66.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.. જ્યારે...

August 8, 2024 8:20 PM

સાતમ- આઠમના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાઓમાં રાજકોટ ખાતે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે સરકાર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

સાતમ- આઠમના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાઓમાં રાજકોટ ખાતે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે સરકાર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કડક નિયમોને ધ્યાનમાં લઈ મેળાના રાઇડ્સના સંચાલકો માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ અ...

August 8, 2024 8:19 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’નું ઉદઘાટન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME'નું ઉદઘાટન કર્યુ. નવા કેન્દ્રનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રીએ સૂક્ષ્મ, લઘૂ અને મધ્યમ ઉદ્યોગોને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી હતી. તેમણે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે નાના અને મધ...

August 8, 2024 8:17 PM

પીએમ જનમન હેઠળ અત્યાર સુધી આદિમજૂથના 7 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ સહાય મંજૂર કરવામાં આવી છે

આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારો માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પીએમ જનમન હેઠળ અત્યાર સુધી આદિમજૂથના 7 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ સહાય મંજૂર કરવામાં આવી છે અને 12 હજારથી વધુ લાભાર્થીઓને પીએમ જન-ધન યોજનાનો લાભ મળ્યો છે. રાજ્યમાં આદિમજૂથના ફળિયા અને ગામોમાં 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ...

August 8, 2024 8:15 PM

વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે

વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે. રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ...

August 8, 2024 8:10 PM

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે. આજથી આગામી ૧૦ ઓગસ્ટ સુધી યોજાનારા આ ત્રિદિવસીય એક્સપોની ૧૭મી આવૃત્તિની વિષયવસ્તુ “નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની આપ-લે” છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.