પ્રાદેશિક સમાચાર

August 12, 2024 3:58 PM

રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના કુલ 2 લાખ 29 હજાર 747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના કુલ 2 લાખ 29 હજાર 747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધારે 37 હજાર 786 વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. સુરત મહાનગરપાલિકામાં કુલ ૨૨, હજાર ૮૯૨ વિદ્યાર્થીઓ, વડોદર...

August 12, 2024 4:09 PM

આજે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી..

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ સમગ્ર મંદિર “હર હર મહાદેવ”ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. સવારે 10 વાગ્યા સુધીમાં 30 હજારથી વધુ શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

August 12, 2024 3:52 PM

રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી..

રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે. મહેસાણાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઇ. રેલવે પોલીસે પણ હરઘર તિરંગા કાર્યક્રમ યોજ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ઈડર આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજથી નગરપાલિકા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પોલી...

August 12, 2024 3:50 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ દરમિયાન રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુભાઇ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિમંત્રી રાઘવજી પટેલ જુનાગઢમાં ધ્વજવંદન ક...

August 12, 2024 10:52 AM

રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન થયું

હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની વિવિધ શાળાઓ, કોર્પોરેશન, ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ આમ નાગરીક આ અભિયાનમાં સહભાગી બની પોતાનું યોગદાન આપી રહ્યા છે. તા. 9 ઓગસ્ટ થી સમગ્ર દેશમાં શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ વિવિ...

August 12, 2024 10:50 AM

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં પવન સાથે છુટા છવાયા વરસાદની શક્યતા

રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. હવામાન વિભાગે બે દિવસ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંય ક્યાંક છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.

August 12, 2024 10:49 AM

NEET-PGની પરીક્ષા ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ, ગુજરાતના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

રાજ્યભરમાં અનુસ્નાતક ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET-PG પરીક્ષા ગઇકાલે યોજાઇ ગઈ. રાજ્યના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પ્રથમવાર આ પરીક્ષા બે પાળીમાં લેવામાં આવી હતી. આ પરીક્ષાનું આયોજન દેશભરના 170 શહેરો ખાતે મેડિકલ વિજ્ઞાન ક્ષેત્રે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ – NBEM...

August 12, 2024 10:47 AM

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 162 કેસ નોંધાયા, કુલ 73 દર્દીઓના મોત અને 81 દર્દીઓ સાજા થતા રજા અપાઇ

રાજ્યભરમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 162 જેટલા કેસ નોંધાયા છે..જેમાં સાબરકાંઠા- પંચમહાલમાં સૌથી વધુ 16-16 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 14 મહેસાણામાં દસ અને વડોદરામાં નવ શંકાસ્પદ કેસ મળેલા છે.. અત્યાર સુધીમાં જે કેસના પરિક્ષણ કરાવાયા છે તેમાં 60 કેસ પોઝિટીવ મળ્યા...

August 10, 2024 7:59 PM

રાજ્યમાં નશાકારક દ્રવ્યોને ઝડપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરાયુ છે

રાજ્યમાં નશાકારક દ્રવ્યોને ઝડપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરાયુ છે. જે અઁતર્ગત અમદાવાદ ક્રાઇમે બ્રાંચે નશાકારક પદાર્થ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે અમદાવાદના જમાલપુરમાં રહેતા બે આરોપીઓ અને એક વટવા રહેતા આરોપીને ઝડપીને આરોપીઓ પાસેથી 143 ગ્રામ કરતા...

August 10, 2024 7:58 PM

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટનો ઉદેશ્ય એરંડાના ખેડૂતો માટે ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં રેશમ ઉત્પાદનનો વિસ્તાર કરવાનો છે. આ પ્રસંગે સંબોધન કરતાં, ગિરિરાજ સિંહે જણાવ્યું કે, આ પ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.