પ્રાદેશિક સમાચાર

August 13, 2024 10:51 AM

સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતના પુણાગામ અને મોટા વરાછા ખાતે દરોડા પાડી વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતા એકમોનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમ્યાન ૨૩.૭૦ લાખનો રૂપિયાનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ સૂરતના મોટા વરાછા ખાતે વગર પરવાને અન્ય કંપનીના નામ...

August 13, 2024 10:49 AM

અમેરિકાના ડલ્લાસ ખાતે યોજાયેલી ફર્સ્ટ યુનાઇડેટ ગુજરાતી કન્વેન્શનમાં વધુને વધુ ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરે તેવું રાજ્ય સરકારનું આહ્વાન

સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ડલ્લાસ ખાતે “વન ગુજરાત, વન ગુજરાતી વન વૉઇઝ” ના સૂત્ર સાથે “ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024” યોજાઈ ગઈ. ફેડરેશન ઑફ ગુજરાતી એસોસિએશન દ્વારા ગત 2 થી 4 ઑગસ્ટ દરમિયાન યોજાયેલી આ પરિષદમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પર...

August 13, 2024 10:48 AM

નર્મદા બંધમાં પાણીની ભરપૂર આવકના પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર બંધમાં પાણીની આવકમાં વધારો થતાં આ પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ખેડૂતો અને નાગરિકોને પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે...

August 12, 2024 7:48 PM

બ્રિટિશ હાઈકમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે સહયોગની ઉત્સુક્તા દર્શાવી

બ્રિટીશ હાઈ કમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે આવકારવા અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી છે. ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર લિન્ડિ કેમરોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. દરમિયાન સુશ્રી કેમરોને પુનઃપ્રાપ્ય ઊર્જા, સાયબર સુરક્ષા સહિત લોકો ...

August 12, 2024 7:44 PM

રાજ્યની સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે

રાજ્યની સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન આવા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવા અંગે પણ ચર્ચા થઇ હતી. શ્રી પાનશેરિયાએ કહ્યું, આવા શિક્ષકો સામે...

August 12, 2024 7:43 PM

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી હોવાનું જણાવ્યું

કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાયેલા “ઇમ્પેક્ટ વિથ યૂથ” કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા શ્રી માંડવિયાએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં તેમના ક્...

August 12, 2024 7:40 PM

આઈ આઈ એમ અમદાવાદને સતત પાંચમી વખત શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનો પહેલો ક્રમાંક મળ્યો

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટટ્યૂટ ઓફ મેનેજમેન્ટને શિક્ષણ મંત્રાલય દ્વારા સતત પાંચમી વખત દેશની સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનનો ક્રમાંક પ્રાપ્ત થયો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલી શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં IIM-A ને આ સ્થાન પ્રાપ્ત થયું છે. આ અંગે IIM-A ના નિદેશક પ્રૉફેસર ભરત ભાસ્કરે આ સં...

August 12, 2024 4:02 PM

રાજ્યની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ થયો

રાજ્યની જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 49 જળાશય સંપૂર્ણ છલકાતા હાઈ-અલર્ટ જાહેર કરાયું છે. જળસંપત્તિ વિભાગની યાદીના જણાવ્યા મુજબ, રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 62 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે 13 જળાશય 90 ટકાથી 100 ટકા ભરાતા ...

August 12, 2024 4:00 PM

રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આજથી વિવિધ કાર્યક્રમો યોજાશે

રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આજથી વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક નિલેશ દેસાઈએ ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક એકની શાળાથી આ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. 23 ઓગષ્ટ સુધી ચાલ...

August 12, 2024 3:59 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 71 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 62 ડેમ હાઈ-અલર્ટ પર, 16 ડેમ અલર્ટ અને 11 ડેમ વૉર્નિંગ પર છે. રાજ્યના હવામાન વિભાગે આજથી બુધવાર સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.