પ્રાદેશિક સમાચાર

August 15, 2024 3:51 PM

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરાઈ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરાઈ હતી. મુખ્યમંત્રીએ અહીં તિરંગો લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા.

August 14, 2024 7:55 PM

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશા-નિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2...

August 14, 2024 7:54 PM

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે. ઉમેદવારો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. પોલીસ ભરતી બૉર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું, આ વર્ષે સ્નાતક થયેલા ઉમેદવારો માટે પૉર્ટલ ફરી ખોલવામાં આવશે. આ ભરતી માટેની શારીરિક પરીક્ષા ચોમાસા પછી લેવાશે. રાજ્ય...

August 14, 2024 7:53 PM

સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં

રાજ્યમાં સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં છે. એમ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા શ્રી ડિંડોરે આ નિવેદન આપ્યું હતું. શિક્...

August 14, 2024 7:52 PM

ન્યૂ ઝિલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી

ન્યૂ ઝિલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં પ્રતિનિધિમંડળને રાજ્ય ખેતી, ડેરી ઉદ્યોગ, સહકાર, પુનઃપ્રાપ્ય ઊર્જા, પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશના લોકોમાં પરસ્પર લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક...

August 14, 2024 7:50 PM

ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો

ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ખેતી નિયામકની કચેરીએ બંને અનાજનું મહત્તમ વાવેતર કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહત્તમ અને આદર્શ બજારભાવ આધારિત આ ડાયનેમિક પ્રાઈઝથી જથ્થાની ખરીદી થતાં ખેડૂતોને તેનો મહત...

August 14, 2024 7:49 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસકાંઠા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાશે. રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરત, ઋષિકેશ પટેલ મહેસાણા, રાઘવજી પટેલ જૂનાગ...

August 14, 2024 7:47 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે. ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કરેલા પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના સાડાસાત દાયકા પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકદમ ભરી રહ્યો છે ...

August 14, 2024 7:44 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્ર અને ઓનલાઇન ચેનલો પર જીવંત પ્રસારણ કરાશે. વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, સા...

August 14, 2024 7:40 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરાશે. તેમ જ દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દીમાં અને પછી અંગ્રેજી આવૃત્તિનું પ્રસારણ થશે. દૂરદર્શન પર હિન્દી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.