પ્રાદેશિક સમાચાર

August 18, 2024 7:31 PM

કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી મનસુખ માંડવીયાએ અમરેલીના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી તૈયાર થનાર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી મનસુખ માંડવીયાએ, આજે અમરેલીના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી તૈયાર થનાર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. આ સાથે મંત્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ કર્યું હતું. ખજૂરી ગામના ગ્રામજનોએ, લોક ભાગીદારીથી 5,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે. 30 કરોડ લીટર પાણીના સંગ્ર...

August 18, 2024 7:30 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થનાસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થનાસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરત અઠવાલાઇન્સ ખાતે યોજાયેલ સભામાં મુખ્યમંત્રીએ સદ્દગતને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી. મુખ્યમંત્રીએ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અને ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્મા...

August 18, 2024 7:27 PM

ભાઇ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે રાજ્યભરમાં ઉમંગ અને ઉત્સાહ

ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારની આવતીકાલે સમગ્ર દેશ અને રાજ્યમાં ઉજવણી થશે. ત્યારે રક્ષાબંધનની ઉજવણીને લઈ ભાઇઓ અને બહેનોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. આજે રવિવારના દિવસે ઘણા બધા લોકોએ રજાનો લાભ લઇને આજથી જ રક્ષાસૂત્ર બાંધવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યભરના શહેરો નગરો અને ગામડાઓ...

August 18, 2024 7:26 PM

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોસ્ટ ગાર્ડ દ્વારા એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના કલાકારો, વેસ્ટર્ન કલ્ચરલ આર્ટસ સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્...

August 18, 2024 7:25 PM

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.. પરિમલ નથવાણીએ બે પુસ્તકો લખ્યા છે. તેમણે લખેલા બે પુસ્તકો 'ઝારખંડ મેરી કર્મભૂમિ' અને 'કોલ ઓફ ધ ગિર' રાષ્ટ્રપતિને અર્પણ કર્યા હતા.. મુલાકાત બદલ રાષ્ટ્રપતિનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

August 18, 2024 7:25 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 188 શરણાર્થીઓને નાગરિકતા પત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ' કાર્યક્રમ યોજાયો હતો. અમિત શાહે આજે 188 જેટલા શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના ૯૦, મોરબીના ૩૬, ...

August 18, 2024 7:23 PM

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અમદાવાદ શહેરને મળી 1003 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ

રક્ષાબંધનના પાવન તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપી છે. શ્રી શાહે જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે 5000 કરોડ રૂપિયાનાં વિકાસલક્ષી ...

August 18, 2024 3:22 PM

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયત કર...

August 18, 2024 3:20 PM

રક્ષાબંધન પર્વની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે

ભાઇ બહેનના સ્નેહ દર્શાવનારા રક્ષાબંધન પર્વની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત નર્મદાની જિલ્લા જેલમાં આજે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયુ હતુ. બહેનોએ રાખડી બાંધી બંદીવાન ભાઈઓને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી સારા નાગરિક બનવા શુભેચ્છા ...

August 18, 2024 3:19 PM

મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો

મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.. લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઇવે ઉપર શંકાસ્પદ કારને અટકાવીને પોલીસે તેની તપાસ કરતા તમાંથી ચંદનનો જથ્થો મળી આવ્યો છે. કારમાં નાના નાના ટુકડા કરી ચંદનની તસ્કરી કરનાર કાર ચાલકને ઝડપીને તેની પોલીસ દ્વારા સઘન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.