પ્રાદેશિક સમાચાર

August 19, 2024 3:10 PM

ગાંધીનગરમાં રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી

આજે ભાઇ બહેનના અપાર અને નિઃસ્વાર્થ સ્નેહનુ પર્વ રક્ષાબંધન ઉત્સાહ અને ઉમંગ અને આદરભાવ સાથે ઉજવાઇ રહ્યું છે. ગાંધીનગરમાં રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.. ભાજપની મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચીને મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. આ અવસરે અમદાવા...

August 19, 2024 2:07 PM

નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જાહેર ક્ષેત્રની બેન્કના વિવિધ માપદંડની સમીક્ષા કરવા એક બેઠકનું આયોજન કરાયું છે

નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જાહેર ક્ષેત્રની બેન્કના વિવિધ માપદંડની સમીક્ષા કરવા એક બેઠકનું આયોજન કરાયું છે. બેન્કની સમીક્ષા સંબંધિત આ તેમની પહેલી બેઠક છે. બેઠક દરમિયાન નાણામંત્રી સીતારામને અન્ય સભ્યો સાથે બેન્કના મહત્વપૂર્ણ સૂચક એવા, થાપણ વૃદ્ધિ, ધિરાણથી થાપણ ગ...

August 19, 2024 11:17 AM

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો છે. આહનાનો હંગરી ખાતે 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રમાનાર અંડર 18 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર આહનાએ ગત વર્ષ અંડર-16 ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતુ...

August 19, 2024 11:16 AM

મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું

મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું છે. આ યાદીમાં 22 હજાર 804 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. આ વિદ્યાર્થીઓને આગામી 29 ઑગસ્ટ સુધી ચોઈસ ફિલીંગ કરવા સૂચના અપાઈ છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની પ્રક્રિયા 29 ઑગસ્ટે પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સ્થાનિક ક્વોટામાં 30 અથવા 31 ઑગ...

August 19, 2024 11:15 AM

રાજ્યમાં આજે હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે

ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેન ભાઇના હાથમાં રાખડી બાંધે છે અને ભાઇની લાંબી આયુ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે. જયારે ભાઇબહેનની રક્ષા કરવાનું વચન આપે છે. અને બહેનને અવનવી ભેટ આપે છે. દરમ્યાન, રક્ષાબંધ...

August 19, 2024 11:13 AM

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે

રાજ્યમાં ચાંદીપુરા એટલે કે, વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે. આમાંથી સૌથી વધારે 16—16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હોવાના અહેવાલ છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ, આ તમામ કેસ પૈકી સૌથી વધુ ચાંદીપુરાના સાત પોઝિટિવ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુ...

August 19, 2024 11:12 AM

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું છે. નવસારી વેપારી અને ઉદ્યોગ મંડળમાં ગઈકાલે નવનિયુક્ત પ્રમુખ માટે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસે છે. પરંતુ પાણીનો યોગ્ય ઉપયોગ અ...

August 19, 2024 11:11 AM

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી 382 કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર બનાવાશે

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીનો માર્ગ હાઈસ્પીડ કોરીડોર બનાવાશે. રાજ્ય સરકારે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનીટી અને વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ માટે 382 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની સુવ...

August 18, 2024 7:58 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંસોધન કાયદોને ન્યાય અને સમ્માન આપતો કાયદો ગણાવ્યો, અમદાવાદમાં 188 શરણાર્થીઓને નાગરકતા પ્રમાણપત્ર એનાયાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, નાગરિકતા સંશોધન કાયદો – CAAથી કોઈ પણ ધર્મની નાગરિકતા ખતમ થતી નથી, પરંતું તેનાથી ભારતમાં શરણ લેનારા શરણાર્થીઓને નાગરિકતાની સાથે સાથે સમ્માન અને ન્યાય મળે છે. શ્રી શાહે આજે અમદાવાદમાં 188 વિસ્થાપિતોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ સમારોહમાં બોલતાં શ...

August 18, 2024 7:33 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. જેના પરિણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શનથી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.