પ્રાદેશિક સમાચાર

August 22, 2024 3:40 PM

રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતમા છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 ઑગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા વિભાગે સૂચના આપી છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધ...

August 22, 2024 3:36 PM

ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસના સત્રની કાર્યવાહીનો પ્રારંભ ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે થયો

ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસના સત્રની કાર્યવાહીનો પ્રારંભ ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે થયો હતો. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે કે, આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસ નેતા અમિત ચાવડા પોઇન્ટ ઓફ ઓર્ડર માટે ઉભા થયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, તેમણે પૂછેલા ટૂંકી મ...

August 22, 2024 12:15 PM

રાજ્યની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા

રાજ્યની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં 6 હજાર 500 કરોડ રૂપિયાની થાપણ પણ જમા થઈ છે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી. રાજ્ય વિધાનસભામાં શ્રી વિશ્વકર્માએ કહ્યું, બનાસકાંઠામાં પાયલટ પ્રૉજેક્ટ અંતર્ગત સહક...

August 22, 2024 11:40 AM

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 55,575 આવાસ તૈયાર કરાયા

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 55 હજાર 575 આવાસ તૈયાર કરાયા છે. આ માટે સરકારે એક હજાર 952 કરોડ રૂપિયાની સહાય ચૂકવી છે. ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુત્તરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે મ...

August 21, 2024 7:44 PM

ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે – કૃષિમંત્રી રાઘવજી પટેલ

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે કેન્દ્ર સરકારને રાજ્યએ માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છ...

August 21, 2024 7:41 PM

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પહેલા દિવસના બીજા સત્રમાં અંધશ્રદ્ધા અટકાવવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર થયું

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પહેલા દિવસના બીજા સત્રમાં અંધશ્રદ્ધા અટકાવવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક વિધાનસભામાં રજૂ કર્યુ હતું.. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર આ કાયદો લાવી રહ્યું હોવાનું ...

August 21, 2024 7:38 PM

આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત પાટણ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવ્યો હતો

આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત પાટણ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કાંકરેજના ધારાસભ્યે એક સ્કૂલમાં એક જ શિક્ષક વચ્ચે 200 વિદ્યાર્થીઓ ભણે છે...તેમ જણાવીને શિક્ષણને લગતાં સવાલો કર્યા હતાં..જેનો પૂર્વ શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ જવાબ આપ્યો હતો. જ્ય...

August 21, 2024 7:35 PM

સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની મોટી વસતી ધરાવતા નર્મદા, સાબરકાંઠા, મહીસાગર, અને ડાંગ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો...

August 21, 2024 7:32 PM

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા 23 ઓગસ્ટે પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરાશે

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા 23 ઓગસ્ટે પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરાશે. આ વર્ષનો વિષય છે.. "જીવનને સ્પર્શવું, ચંદ્રને સ્પર્શવું". એ માટે અવકાશી ટેકનોલોજી આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે. આ નિમિત્તે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું છે. જે સ્પર્ધકની કલ્પનાને આકાશમાં ઉડાવવાની તક ...

August 21, 2024 7:29 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શુક્રવારે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શુક્રવારે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.