પ્રાદેશિક સમાચાર

August 28, 2024 7:13 PM

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આજવા સરોવર અને દેવ ડેમમાંથી આવેલા પાણીને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને શહેરના ક...

August 28, 2024 7:12 PM

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જે અંતર્ગત નર્મદા ડેમ હાલ ૧૩૪.૧૩ મીટર, કરજણ ડેમ ૧૦૮.૬૩ મીટરની આસપાસ છલકાયા છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી ૨ લાખ ૧૦ હજાર ૬૨૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં થઇ રહેલી...

August 28, 2024 7:11 PM

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. જેમાં રોડરસ્તા, મકાનો અને ખેતી પાકોને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે..જેમાં અરવલ્લીના સરડોઇ ગામે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ હતી.. વરસાદી ભેજના કારણે મકાનની દીવાલ અને ધાબુ ધરાશાઇ થતા એક મહિલા ઇજાગ્રસ્ત બની હતી.....

August 28, 2024 7:10 PM

કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યના અમરેલી, ભુજ, બોટાદ, દાહોદ, ગાંધીધામ, જેતપુર નવાગઢ, પાટણ અને સુરેન્દ્રનગર દુધરેજમાં ત્રણ-ત્રણ ખાનગી એફએમ રેડિયોની સ્થાપના થશે. આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃભાષામાં થતાં સ્થાનિક પ્ર...

August 28, 2024 7:08 PM

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ જાપાન-ગુજરાત વચ્ચેના મૈત્રીપૂર્ણ ઘનિષ્ઠ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉષ્માપૂર્વક વિમર્શ કર્યો હતો. જાપાનની 350 થી વધુ કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે....

August 28, 2024 7:07 PM

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેજર બગ્ગાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ભારતીય ભૂમિ સેનાની સાત કોલમ બચાવ અને રાહત કાર્યમાં રાજ્યના વહીવટી તંત્રના સહયોગમાં તહેનાત છે.

August 28, 2024 9:34 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગ...

August 28, 2024 9:10 AM

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને આવતીકાલ એટલે કે ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાએ યોજવામાં આવતો જિલ્લા સ્વાગત મુલતવી રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત 29 ઓગસ્ટના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું...

August 27, 2024 7:18 PM

રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે

રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પટેલ વરસાદ બાદ રાહત કામગીરીની સમીક્ષા કરવા અહીં પહોંચ્યા હતા. શ્રી પટેલે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી તેમણે આવતીકાલ...

August 27, 2024 7:16 PM

સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા

સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા હતા. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. કચ્છ- મોરબી હાઇ- વે બંધ થથાં સાંસદ વિનોદ ચાવડાએ સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને રાધનપુરના રસ્તા પર આવવા-જવા અપીલ કરી હતી. કચ્છ નાની ખેડોઇ નજીક માધવનગરમાં 100થી વધુ ગાયોને અંજાર પોલીસ દ્વારા બચાવી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.