પ્રાદેશિક સમાચાર

September 5, 2024 8:12 PM

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ૩૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ૩૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરીમાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ ૭૧૦ રૂપિયા જેટલો છે.

September 5, 2024 8:10 PM

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત જળ સંગ્રહ શકિત વધે તે માટે તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત જળ સંગ્રહ શકિત વધે તે માટે તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે. જેના ભાગરૂપે મહીસાગરના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે, તેમ મહિસાગર જીલ્લાના નાની સિંચાઇ વિભાગના ઇજનેર એ.આર. શાહે આ મુજબ જણાવાયું હતું..

September 5, 2024 8:07 PM

રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે

રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. ગાંધીનગરના માણસમાં અને મહેસાણાના વિજાપુરમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે..ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના અમરેલી અને બોટાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે. હવામાન વિભાગે આજે અને...

September 5, 2024 8:05 PM

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી જળસંચય જનભાગીદારી અભિયાનનો આરંભ થયો

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી જળસંચય જનભાગીદારી અભિયાનનો આરંભ થયો છે.. આ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં ૧૦ કરોડ ૪૩ લાખના ખર્ચે ૨ હજાર ૩૧ જેટલા જળસંચયના કાર્યોનો પ્રારંભ ...

September 5, 2024 8:00 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં ‘જળ સંચય જન ભાગીદારી’ પહેલની શરૂઆત કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં 'જળ સંચય જન ભાગીદારી' પહેલની શરૂઆત કરાવશે.. તેઓ આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધશે..રાજ્ય સરકારની આગેવાની હેઠળની જળ સંચય અભિયાનની સફળતાના આધારે, જલ શક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી આ અભિયાન શરૂ થઇ રહ્ય...

September 5, 2024 7:57 PM

પોરબંદરના દરિયામાં ભારતીય તટરક્ષક દળના ધ્રુવ હેલિકોપ્ટરનાં ગુમ થયેલા પાયલટને શોધવા માટે સઘન શોધખોળ અભિયાન ચાલુ છે

પોરબંદરના દરિયામાં ભારતીય તટરક્ષક દળના ધ્રુવ હેલિકોપ્ટરનાં ગુમ થયેલા પાયલટને શોધવા માટે સઘન શોધખોળ અભિયાન ચાલુ છે. તટરક્ષક દળના ચાર નૌકા દળના બે જહાજો અને કેટલાંક વિમાનો દિવસ રાત ગુમ થયેલા પાયલટની શોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરનાં રોજ મોટર ટેન્કરનાં ચાલક દળનાં સભ્યને મેડિકલ સહાય પૂરી ...

September 5, 2024 7:54 PM

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી ચૌધરીએ જણાવ્યું કે, ડો. રાધાકૃષ્ણનન એક મહાન તત્વચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં સંવિધાનને કેન્દ્રસ્થ...

September 5, 2024 7:50 PM

રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.. જે અંતર્ગત જામનગરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. વઢવાણમાં સાંસદ ચંદુભાઇ શિહોરા અને મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં શિક્ષ...

September 5, 2024 7:49 PM

શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને અમદાવાદમાં પારિતોષિક એનાયત કરતાં રાજ્યપાલ- દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતના બે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા..

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' અર્પણ કરાયા. અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું હતું કે, શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષકો સમર્પણભાવથી પ્રામાણિકતાપૂર્વક કર્તવ્યપાલન કરે તો સમાજમાં મ...

September 5, 2024 3:16 PM

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે. કાવેરી નદી પર બનેલા આ પુલની લંબાઈ 120 મીટર છે. તેમાં ત્રણ ફુલ સ્પાન ગર્ડરનો સમાવેશ થાય છે. તેના થાંભલાઓની ઊંચાઈ 13 મીટરથી 21 મીટર છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.