પ્રાદેશિક સમાચાર

September 8, 2024 3:17 PM

મોરબી- વાંકાનેર હાઇવે પાસે બંધુનગર ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ અને 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા

મોરબી- વાંકાનેર હાઇવે પાસે બંધુનગર ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ અને 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે આજે સવારે ડમ્પર અને કાર સામસામે આવતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા એક મહિલા અને બાળકો સહિત ત્રણ લોકોને સારવા...

September 8, 2024 3:14 PM

રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો નવા નીરથી છલકાયા છે. ત્યારે મહિસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે કડાણા ડેમમાંથી મધ્યરાત્રિએ 1 લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે. બજાજ સાગર ડેમમાંથી પાણી છો...

September 8, 2024 3:13 PM

નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ATM કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરનારા 2 વ્યક્તિઓને ઝડપી પડ્યા

નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં એ.ટી.એમ. કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરનારા સમૂહ સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને ઝડપી પડ્યા છે. જિલ્લા પોલીસ ચેકપોસ્ટ પરથી મોટરસાયકલ પર રાજ્યમાં પ્રવેશી રહેલા આ વ્યક્તિઓને પકડી પડ્યા હતા. આ આરોપીઓ એ.ટી.એમ. પરથી રોકડ ઉપાડતી વ્યક્તિઓને...

September 7, 2024 7:49 PM

ભારતે આ મહિના દરમિયાન મોર્ગન સ્ટેનલીકેપિટલ ઈન્ટરનેશનલ (MSCI)ના  ઇમર્જિંગ માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટસૂચકાંકમાં સંદર્ભમાં ચીનને પાછળ છોડી દીધું છે

ભારતે આ મહિના દરમિયાન મોર્ગન સ્ટેનલીકેપિટલ ઈન્ટરનેશનલ (MSCI)ના  ઇમર્જિંગ માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટસૂચકાંકમાં સંદર્ભમાં ચીનને પાછળ છોડી દીધું છે. સૂચકાંકમાં ભારતનું મૂલ્ય 22 પૂર્ણાંક27 ટકા રહ્યું,જયારે ચીનનું  21 પૂર્ણાંક 58 ટકા રહ્યુંછે. ભારતના બજારોને અનુકૂળ વ્યાપક આર્થિકસ્થિતિઓથી લાભ થયો છે. વ...

September 7, 2024 7:47 PM

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળામાં લાખો ભક્તો મા અંબાના ચરણમાં શિશ ઝુકાવવા પહોંચે છે, ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.. તેમણે કહ્યું હતું કે, માઇ ભક્તો સરળતાથી અંબાજી પહોંચ...

September 7, 2024 7:41 PM

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે.હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે ત્યારબાદના છ દિવસ દરમિયાન વરસાદની શક્ય...

September 7, 2024 7:40 PM

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રાજ્યની તમામ શાખાઓના અધિકારી-કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો...

September 7, 2024 7:38 PM

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો રોજબરોજની સમસ્યાનો સામનો સકારાત્મક રીતે કરી શકે તે ઉદ્દેશથી આ હેકાથોનનું આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમમાં 450થી વધુ વિદ્યાર્થીઓનાં બનેલા 85 જુથોએ હેકાથોન કસોટીમાં ભાગ લીધો હતો.

September 7, 2024 7:37 PM

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી. સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાનું પૂજન કર્યા બાદ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ મેળામાં યોજાયેલ ગ્રામ...

September 7, 2024 7:35 PM

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 થી 35 વર્ષની વય ધરાવતા યુવક–યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. એક દિવસીય ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધા અંતર્ગત 14  થી 18 વર્ષના યુવક-યુવતી માટે રાજકોટના ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઇડરીયો ગઢ તેમજ 1...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.