પ્રાદેશિક સમાચાર

July 18, 2024 7:57 PM

સુરતના આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતના પલસાણા તાલુકામાં આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા નશીલા પદાર્થો માટે વપરાતી સમગ્રી સહિત અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીને આધારે ATSએ ગઈકાલે મોડી રાતે કાચા મકાનમાં ચાલતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. દરમિયાન ફેકટરીમાંથી પ્રવાહી સ્વરૂપે 31 લીટર એમ...

July 18, 2024 7:51 PM

રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન

રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન થયું,તેમજ શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના...

July 18, 2024 7:47 PM

ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્ર- iCAL નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

રાજકોટના એ.જી.ઓફિસ કેમ્પસ ખાતે આજે દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્ર- iCAL નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે બોલતા શ્રી મુર્મુએ જણાવ્યું કે,iCAL પ્લેટફોર્મ જવાબદારી અને શાસન વધારવા માટે સ્થાનિક સરકારોમાં નીતિ ઘડવૈયાઓ,વહીવટકર્તાઓ અને ...

July 18, 2024 7:40 PM

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સજાગ બન્યું

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે.... જે અંતર્ગત, આજે જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠક યોજી. જીલ્લામાં જામજોધપુર અને ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ મળતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાંઓ લેવાઇ રહ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુ...

July 18, 2024 7:38 PM

મુખ્યમંત્રી એ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરપાલિકાના કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આ...

July 18, 2024 7:19 PM

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પાસે ગઈકાલે સાંજે એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પાસે ગઈકાલે સાંજે એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી છે. મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુના જણાવ્યા મુજબ બે સિંહ બાળ કે જેની ઉંમર એકથી દોઢ વર્ષની હતી તેના મૃતદેહ પાણીની અંદરથી મળી આવ્યા છે જ્યારે સિંહણ પુખ્ત વયની હોવાને કારણે કુદરતી મૃત્યુ થયું...

July 18, 2024 7:15 PM

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યના કુલ 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે એમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે આજે સવારે 8 વાગ્યાના અહેવ...

July 18, 2024 7:09 PM

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડના તાલુકા, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર,ભાણવડ, જુનાગઢ તાલુકા અને શહેરમાં તેમજ નવસારીના જલાલપોરમાં એક ઇંચથી વધુ વરસાદના અહેવાલ છે. ...

July 18, 2024 7:05 PM

રાજ્ય સરકારે આજે શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો

રાજ્ય સરકારે આજે શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બસેરાનું ખાતમહૂર્ત કર્યું.. આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં રાજ્યના 3 લાખ શ્રમિકોને આવાસ આપવાનો લક્ષ્યાંક છે. આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયાની નજીવી કિંમતે બાંધકામ શ્રમિક તથ...

July 18, 2024 6:50 PM

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સક્રમણને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે જામનગરમાં સમીક્ષા બેઠક યોજી

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સક્રમણને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે જામનગરમાં સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ચાંદીપુરા ચાંદીપુરા વાઇરસના પ્રસારને અટકાવવા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે. તો આ તરફ જામનગરના જામજોધપુર અને ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ મળતાં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.