રાષ્ટ્રીય

August 16, 2024 2:09 PM

ભારત આવતીકાલે ત્રીજા વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કરશે

ભારત આવતીકાલે ત્રીજા વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કરશે. આ સંમેલનમાં દક્ષિણ એશિયાઈ પડકારો અંગે અગાઉની પરિષદોમાં થયેલી ચર્ચાને આગળ વધારવામાં આવશે. આ પડકારોમાં સંઘર્ષ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા કટોકટી, આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે. સંમેલનમાં દક્ષિણ એશિયાઈ દેશોના પડકારો, પ્રાથમિકતાઓ...

August 16, 2024 2:28 PM

ઇસરોએ આજે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન – SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ આજે સવારે નવ વાગીને 17 મિનિટે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન-SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ યાન 175 કિલોગ્રામ વજનના પૃથ્વી અવલોકન ઉપગ્રહ-EOS-શૂન્ય-આઠ તેમજ અન્ય એક નાના ઉપગ્રહ SR-શૂન્ય સાથે રવાના થયું હતું. ઇસરોએ પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ...

August 16, 2024 9:45 AM

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગ...

August 16, 2024 9:43 AM

તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી બિન-આપાતકાલીન સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી

ભારતીય તબીબી સંઘ-IMA એ કોલકાતાની સરકારી આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી બિન-આપાતકાલીન સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે OPD વિભાગો કામ કર...

August 16, 2024 9:38 AM

પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું

પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- DRDO એ ઉત્કૃષ્ટ એરોસ્પેસ વૈજ્ઞાનિક ડૉ. અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ.અગ્રવાલે ભારતની લાંબા અંતરની મિસાઈલ - અગ્નિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સોશિયલ મી...

August 16, 2024 9:36 AM

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં PM શ્રી શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં PM શ્રી શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ અને પ્રેરણા કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.તેમના સંબોધન દરમિયાન, શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારની પ્રાથમિકતા દેશની ‘અમૃતપીધી’ને સશક્ત બનાવવા, પ્રોત્સાહિત કરવાની છે. ઉલ્લેખન...

August 16, 2024 9:32 AM

વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે.

વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર તેમના સમકક્ષ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળશે. ડો. જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી...

August 16, 2024 9:30 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે. આજે શ્રી ધનખડ હૈદરાબાદ, તેલંગાણામાં કાન્હા શાંતિ વનમની મુલાકાત લેશે. આવતીકાલે તેઓ અક્ષરા વિદ્યાલય કેમ્પસ અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર, સ્વર્ણ ભારત ટ્રસ્ટ અને આંધ્ર પ્રદેશમાં નેલ્લોર ખાતે મુપ્પાવરાપુ ફાઉન્ડેશનની મુલાકાત લેશે....

August 16, 2024 9:26 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ હાજર રહ્યા હ...

August 16, 2024 9:25 AM

દેશના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી

દેશના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે અને આગામી વર્ષોમાં નવી દિલ્હી સાથે વધુ મજબૂત સંબંધો બનાવવા પર ભાર મૂક્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ પ્રસંગે સૌપ્રથમ શુભેચ્છા પાઠવી હતી. તેમણે બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે નિર્ધારિત મહત્વાકાંક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.