રાષ્ટ્રીય

August 22, 2024 9:17 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે. તેઓ આજે વૉરસામાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. બંને દેશના નેતાઓએ દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી મોદી પૉલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે પણ મુલાકાત કરવાના...

August 21, 2024 8:11 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએ તેનો દૂરઉપયોગ વિનાશક બની શકે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએ તેનો દૂરઉપયોગ વિનાશક બની શકે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, હાલમાં પ્રગતિના ઘણા રસ્તાઓ ખુલ્યા છે અને ટેકનોલોજીના વિકાસ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટની પહોંચ દ્વારા સંખ્યાબંધ ઓનલાઈન રોજગારીનું સ...

August 21, 2024 8:09 PM

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે વિશ્વના ટોચનાં સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી પામ્યા

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે વિશ્વના ટોચનાં સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી પામ્યા છે. ગ્લૉબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ 2024 તરફથી તેમને એ પ્લસ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી દાસને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું...

August 21, 2024 8:05 PM

ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદી પ્રચાર માટે ઈન્ટરનેટ દ્વારા સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત અને પ્રાદેશિક પ્રયત્નો કરવા હાકલ કરી

ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદી પ્રચાર માટે ઈન્ટરનેટ દ્વારા સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત અને પ્રાદેશિક પ્રયત્નો કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં ઇયુ-ઇન્ડિયા કોન્ફરન્સે સંબોધતા શ્રી ડેલ્ફિને ભારપૂર્વક જણાવ્યું કે, ત્રાસવાદીઓ દ્વારા ઓનલાઇન કન્ટેન્ટ...

August 21, 2024 7:59 PM

23 ઓગસ્ટનાં રોજ દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે

23 ઓગસ્ટનાં રોજ દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષની ઉજવણીની થીમ છે-‘ચંદ્રમાને સ્પર્શીને જીવનને સ્પર્શવુઃ ભારતની અવકાશ ગાથા’ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં આ અંગેની પત્રકાર પરિષદને સંબોધતા અવકાશ વિભાગન...

August 21, 2024 7:55 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યાઃ આવતીકાલે યુક્રેનની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતનાં પ્રથમ તબક્કામાં આજે પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા છે. વોરસોનાં સૈન્ય હવાઇ મથક પર શ્રી મોદીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. હોટલ ખાતે ભારતીય સમુદાયના લોકોએ તેમનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી જામસાહેબ નવાનગર સ્મારક અને મો...

August 21, 2024 7:53 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટથી અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટથી અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ મુલાકાત અનેક સ્તરોએ ભારત-અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ મુલાકાત ભારત-અમેરિકા સર્વગ્ર...

August 21, 2024 2:15 PM

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી છે, જેનો આતંકવાદીઓ ઉપયોગ કરી રહ્યા હતા. અંતરિયાળ દરહાલ જિલ્લાના સાગરવત જંગલમાં પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને તપાસ દરમિયાન આ જગ્યા મળી આવી હતી. જોકે સુરક્ષાબળોએ હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. આ...

August 21, 2024 2:11 PM

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ, સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ ...

August 21, 2024 2:10 PM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા છે, જે ગત વર્ષે આ જ મહિનાની સરખામણીએ સાત ટકાથી વધુના વધારાને દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે સભ્યોની વધતી સંખ્યાને, રોજગારની તકો સહિત અન્ય કારણો સાથે જોડીને જોઈ શકાય છે. આંકડાઓ અનુસાર આ વર્ષે જૂન દરમિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.