રાષ્ટ્રીય

July 16, 2024 8:10 PM

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે :નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે એમ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું હતું.ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ, HLPFની સામાન્યચર્ચામાં ટકાઉ વિકાસ અને સર્વસમાવેશી વૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મુકતાશ્રી બેરીએ જણાવ્યું હતું ...

July 16, 2024 8:07 PM

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ભારત-મોરેશિયસની વિશેષ અને લાંબીભાગીદારી અંગે ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું કે, તેઓ  બંને દેશો વચ્ચે વિશેષસંબંધોને આગળ ધપાવવા આશાવાદી છે.શ્રી જગનૌથ અને ડોક્ટર જયશંકરે 12 ઉચ્ચ ...

July 16, 2024 8:05 PM

ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર છે. નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના 96મા સ્થાપના દિવસનું ઉદ્ઘાટન કર્યા બાદ શ્રી ચૌહાણે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક બમણી ક...

July 16, 2024 8:04 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહ અને આર મહાદેવનને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદે નિયુક્ત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહ અને આર મહાદેવનને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદેનિયુક્ત કર્યા છે.ન્યાયમૂર્તિ એન. કોટિશ્‍વર સિંહ હાલમાં જમ્‍મુ-કાશ્મીરઅને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ છે, જ્યારેન્યાયમૂર્તિ આર. મહાદેવન મદ્રાસ વડી અદાલતના ન્યાયમૂર્તિ છે.કાયદા અને ન્યાયમં...

July 16, 2024 8:02 PM

પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્તરાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે. મહાસભાના અધ્યક્ષ ડેનિસફ્રાન્સિસના કાર્યાલય દ્વારા આ કાર્યક્રમની પ્રાથમિક માહિતી આપવામાં આવી છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રની બેઠક 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.સંયુક્ત ર...

July 16, 2024 8:01 PM

સંસદના બજેટ સત્રના પ્રારંભ પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી

સંસદના બજેટસત્ર પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદનાબંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટસત્ર 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાંઆવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ...

July 16, 2024 4:26 PM

ઇડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

પ્રવર્તન નિદેશાલય - ઇડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી બિન હિસાબી નાણાંની શોધ માટે પટણા,પુણે અને મધુબની માં દરોડા ચાલી રહ્યા છે. નિદેશાલયનાં અધિકારીઓ મધુબનીનાં ઝાંઝારપુરમાં ગુલાબ યાદવના પૈ...

July 16, 2024 4:25 PM

નીટ પરીક્ષાના પેપર લિક કેસમાં હઝારીબાગમાંથી વધુ એક આરોપીની ધરપકડ

નિટ પેપર લીક કેસમાં સી.બી.આઈ, ગત રાત્રીએ દિલ્હીના હજારીબાગ ખાતેના ગેસ્ટ હાઉસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી પાસેથી કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. હજારીબાગથી અત્યારસુધી પાંચ વ્યક્તિઓની ધરપકડ થઇ ચુકી છે.

July 16, 2024 4:20 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં નાર્કો-કો-ઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં નાર્કો-કો-ઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી શાહ નેશનલ નાર્કોટીક્સ હેલ્પલાઈન માદક પદાર્થ નિષેધ સુચના કેન્દ્ર ‘માનસ’નું લોકાર્પણ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ એ...

July 16, 2024 4:18 PM

સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી

સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે ખાસ તપાસ ટુકડી - એસઆઇટીની રચના કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સમીક્ષા અરજી પર વિચાર કર્યા બાદ, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે રેકોર્ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.