રાષ્ટ્રીય

July 18, 2024 8:10 PM

સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- NTAને નીટ-યૂજી 2024ના તમામ પરીક્ષાર્થીઓના પરિણામો, શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં વેબસાઇટ પર મૂકવા કહ્યું છે

સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- NTAને નીટ-યૂજી 2024ના તમામ પરીક્ષાર્થીઓના પરિણામો, શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં વેબસાઇટ પર મૂકવા કહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે. બી પારદીવાલા તેમજ ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠે ઉમેદવારોના નામ જાહેર ન કરતા, શહેર અને કેન્દ્...

July 18, 2024 2:35 PM

ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી નવ જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે

ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી નવ જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે. જીવિત નવમાંથી આઠ ભારતીય અને એક શ્રીલંકન નાગરિક છે. બાકીનાં છ સભ્યોની શોધખોળ ચાલુ છે. કોમોરોસનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમવી પ્રેસ્ટીજ ફાલ્કનમાં 13 ભારતીય અને ત્રણ શ...

July 18, 2024 2:33 PM

અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન માટે 4 હજાર 383 શ્રધ્ધાળુઓની વધુ એક ટૂકડી આજે જમ્મુનાં ભગવતી નગર યાત્રી બેઝ કેમ્પથી રવાના થઈ

અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન માટે 4 હજાર 383 શ્રધ્ધાળુઓની વધુ એક ટૂકડી આજે જમ્મુનાં ભગવતી નગર યાત્રી બેઝ કેમ્પથી રવાના થઈ હતી. આજે વહેલી સવારે યાત્રાળુઓ 157 વાહનો દ્વારા રવાના થયા હતા, જેમાં 3,222 પુરુષ, 1071 મહિલા, આઠ બાળકો, 67 સાધુ અને 15 સાધ્વીનો સમાવેશ થાય છે. 1701 યાત્રીઓ બાલતાલ બેઝ કેમ્પ અને ...

July 18, 2024 2:31 PM

સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનાં રાજકીય ઉકેલ પર નવેસરથી ભાર મૂકવા વિનંતી કરી

સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનાં રાજકીય ઉકેલ પર નવેસરથી ભાર મૂકવા વિનંતી કરી છે. સુરક્ષા પરિષદમાં ગાઝા પર ચર્ચા દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીના કાર્યાલયના વડા કર્ટનેય રાત્રેયે, એક રાજકીય ઉકેલ શોધવા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત...

July 18, 2024 2:29 PM

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. આજે, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થ...

July 18, 2024 2:27 PM

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રૂપ-એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ Aનાં અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પ...

July 18, 2024 2:25 PM

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની સાતમી બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની સાતમી બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. શ્રી શાહ નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન ‘માનસ’ની શરૂઆત કરશે અને શ્રીનગરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું પણ ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ એનસીબીનાં 2023નાં વાર્ષિક અહેવાલ ...

July 18, 2024 2:22 PM

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ સંગઠનો અને નિષ્ણાતોએ વિરોધ કર્યા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. ગયા સોમવારે કર્ણાટકનાં ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ઉમેદવારો માટે અનામત...

July 18, 2024 2:20 PM

જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનને ઇજા થઈ છે

જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનને ઇજા થઈ છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે મધરાત્રે બે વાગે કાસ્તીગઢ વિસ્તારના એક ગામમાં અથડામણ થઈ હતી. આતંકવાદીઓએ એક સરકારી શાળામાં બનાવાયેલી કાયમી સલામતી છાવણી પર ગોળીબાર કર્યો. સલામતી દળોએ જવાબમાં કરેલી કાર્યવાહીને પગલે એક કલાક સુધી સ...

July 18, 2024 2:16 PM

છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા

છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશેષ કાર્યદળ રાજ્યના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પાસે માઓવાદીઓ વિરુદ્ધ તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. માઓવાદીઓએ અચાનક હુમલો કરીને I.E.D વિસ્ફોટ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.