હવામાન

August 28, 2024 11:44 AM

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે દબાણ પશ્ચિમ દિશામાં જઈ...

August 28, 2024 8:53 AM

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મ...

August 27, 2024 7:55 PM

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત પરની ભારે દબાણની પરિસ્થિતી છેલ્લા 6 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધતાં 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રની આસપાસ...

August 27, 2024 7:52 PM

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૯.૬૬ ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ મોરબી જિલ્લ...

August 27, 2024 3:39 PM

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે આણંદમાં 10 અને ખેડામાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર, છેલ્લા 24...

August 26, 2024 3:32 PM

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની ...

August 25, 2024 7:36 PM

રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યભરમાં આવતીકાલથી ત્રણ દિવસ ક્યાંક ભારેથી અતિભારે તો કેટલાક જીલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તો દમણ- દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આણંદ અને વડોદરામાં પણ બે દિવસ બાદ ભારે...

August 25, 2024 7:36 PM

રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા

મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે આજે બપોરે સરદાર સરોવર ડેમનાં ૧૫ દરવાજા ૧.૬૫ મીટર પહેલી વાર ખોલવામાં આવ્યા. સરદાર સરોવર બંધમાંથી કુલ 2 લાખ 12 હજાર કયુસેક પાણી છોડવ...

August 25, 2024 4:28 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે ટેલિફોનિક સંવાદ કરીને માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં ...

August 23, 2024 7:30 PM

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાંકવિસ્તારોમાં અતિભારે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાંકવિસ્તારોમાં અતિભારે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે..હવામાન વિભાગે આવતીકાલ માટે દક્ષિણગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરતમાં અતિભારે વરસાદ વરસેતેવી પણ શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે..જ્યારે આવતીકાલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.