આંતરરાષ્ટ્રીય

July 5, 2024 10:04 AM

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી છે. ઇજિપ્ત અથવા કતારમાં યોજાનારી વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇઝરાયેલે નિર્ણય કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સમર્થિત કતારની અને ઇજિપ્તની મધ્યસ્થી અંગે હમાસ દ...

July 2, 2024 7:59 PM

દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ

દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 33 લોકો ગૂમ થયાના અહેવાલ છે. સ્થાનિક એજન્સી અનુસાર દક્ષિણ બ્રાઝિલના રિયો ગ્રાન્દે દો સુલનો 90 ટકા વિસ્તાર પૂરને પગલે પ્રભાવિત છે. દક્ષિણ પ્રાંતમાં આવેલી નદી બેકાબૂ થતાં પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા, જ્યારે કેટલાક સ્થળ...

July 2, 2024 3:38 PM

અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાએ વિઝા ફીમાં વધારો કર્યો

ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી 710 ડોલરથી વધારીને 1,600 ડોલર કરી છે. આ પગલાથી ઓસ્ટ્રેલિયા દેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં વસતા વિદ્યાર્થી પ્રતિનિધિઓમાં રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આઅ નિયમ થકી સંભવિત વિ...

July 1, 2024 7:53 PM

તુર્કીના પશ્ચિમી પ્રાંત ઇઝમિરમાં પ્રાકૃતિક ગ્રૅસ વિસ્ફોટ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે

તુર્કીના પશ્ચિમી પ્રાંત ઇઝમિરમાં પ્રાકૃતિક ગ્રૅસ વિસ્ફોટ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 60થી વધુ લોકોને ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તોમાંથી 10નીસ્થિતિ નાજુક હોવાના અહેવાલ છે. સરકારી ટીવી અહેવાલ પ્રમાણે તોરબલી જિલ્લાનીઇમારતના ભૂગર્ભમાં આ વિસ્ફોટ થયો હતો. ઇઝમિરના ગવર્નરસુલેમાન અલ્બાને કહ્ય...

July 1, 2024 3:59 PM

ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત..

ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રવિવારે સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે પોણા ચાર વાગે પેરિસથી 30 કિલોમીટર દૂરનાં કોલેજિયેન નામનાં નગરમાં વિમાન હાઇ વોલ્ટેજ લાઇન સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે. પેરિસ અને સ્ટ્રેસબોર્ગને જોડતા ધોરી માર્ગ પર ઘટના સ્...

June 18, 2024 3:12 PM

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. પુડુકોટ્ટાઇના આ માછીમારોએ શ્રીલંકાની જળ સીમાનું ઉલ્લંઘન કરતા નેદુન્થીવી નજીક તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને વધુ તપાસ માટે કનકેસાંથુરાઇ બંદર પર લઈ જવામાં આવ્યા છે.

June 14, 2024 4:46 PM

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પૂર્વ વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પૂર્વ વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા છે. પૂર્વી ઉત્તર કિવુ પ્રાંતમાં લુબેરો પ્રદેશમાં માયકેન્ગો ગામ પર બુધવારે હુમલો થયો હતો. પ્રારંભિક મૃત્યુઆંક 25 હતો. પરંતુ હવે તે વધીને 42 પર પહોંચી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ રહેવાસીઓને ...

June 14, 2024 3:57 PM

આજથી પાંચ દિવસીય હજ યાત્રાનો પ્રારંભ

આજથી પાંચ દિવસીય હજ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં વિશ્વભરમાંથી આશરે 20 લાખ હજયાત્રીઓ સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થઈ રહ્યા છે. ભારતમાંથી દર વર્ષે 1 લાખ 75 હજારથી વધુ હજયાત્રીઓ હજ યાત્રામાં ભાગ લે છે. તેમાંથી એક લાખ 40 હજાર 20 હજયાત્રીઓ હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા ત્યાં પહોંચ્યા છે. ભારતીય યાત્રાળુઓ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.