September 2, 2024 7:30 PM

સમગ્ર વિશ્વમાં આજે નાળિયેર દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરે નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં ૪ હજાર ૯૦૦ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં નાળિયેરનો વાવેતર વિસ્તાર ૨૧ હજાર ૬૩૩ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૩...

September 2, 2024 7:27 PM

રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે ધોવાઇ ગયેલ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં

રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક માર્ગો ધોવાઇ ગયા હતા. જેને કારણે નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી હતી..જેને કારણે યુધ્ધના ધોરણે માર્ગોના મરામતનું કામકાજ કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયા હતા. આ આદેશ બાદ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે.. જે અંતર્ગત અમદાવા...

September 2, 2024 7:23 PM

સ્ટાઇપેન્ડના મામલે હડતાળ કરી રહેલા નિવાસી અને ઇન્ટર્ન તબીબોને આવતીકાલે સવારે નવ વાગે ફરજ ઉપર હાજર થવા સરકારનું ફરમાન

રાજ્ય સરકારના સ્ટાઇપન્ડ વધારાના વિરોધમાં આંદોલન કરી રહેલા રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોને આવતીકાલ સવારે 9 વાગ્યા સુધીમાં પોતાની ફરજ પર હાજર થવા રાજ્ય સરકારે ફરમાન કર્યું છે. રાજ્ય સરકારે રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો કર્યો હતો, જેનો તબીબોએ વિરોધ કર્યો હતો. 31મી ઓગષ્ટથી આ તબીબો હડતાળ ઉ...

September 2, 2024 7:21 PM

અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પુનઃસ્થાપનના કાર્યોની સમીક્ષા કરી હતી.શ્રી સંઘવીએ સર્વેની કામગીરી પૂરજોશમાં કરાવવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આગામી દસ દિવસ સુધી આરોગ્યલક્ષી સર્વેલન્સની કામગીરી કરવામાં ...

September 2, 2024 7:19 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગે આવતીકાલે સુરત અને ભરૂચમા રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આણંદ, વડોદરા, નર્મદા સહિતના દક્ષિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ્ એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં...

September 2, 2024 3:38 PM

રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૧૩ જળાશયો સંપૂર્ણ જ્યારે ૪૩ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર

મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૧૩ જળાશયો સંપૂર્ણ જ્યારે ૪૩ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૧૮ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૩ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે. ગુજરાતની જીવા...

September 2, 2024 3:36 PM

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ;મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ ...

September 2, 2024 3:33 PM

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના એમઓયુ હેઠળ આ પ્રથમ તાલીમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમનું આયોજન જીએનએલ...

September 2, 2024 3:31 PM

જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું

તાજેતરમાં ભારે વરસાદને કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવા...

September 2, 2024 3:29 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રધાનમંત્રીને તેમના સભ્યપદનું નવું પ્રમાણપત્ર આપતાં જ આ અભિયાનનો પ્રારંભથશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ પોતાનું સભ્યપદ ફરી લેવું પડશે. પાર્ટીના સંવિધાન અનુસાર, દર પાંચથી છ વર્ષ...