September 4, 2024 11:53 AM

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. રાજ્યભરના જૈન સંધોમાં આજે ધામધૂમપૂર્વક મહાવીર જન્મ વાંચનની ઉજવવામાં આવશે અને ત્રિશલા માતાને આવેલા 14 મહાસ્વપ્નના દર્શન કરાવાશે. કલ્પસૂત્રનું વાંચન કરાશે. જૈન ધર્મમાં કલ્પસૂત્રનો ખૂબ જ મહિમા છે, જૈન શ...

September 4, 2024 11:00 AM

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત ...

September 4, 2024 10:46 AM

વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે.

વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ બેંકના તાજેતરના ભારત વિકાસ અહેવાલ - "બદલતા વૈશ્વિક સંદર્ભમાં ભારતની વ્યાપાર તકો" અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં વિકાસ દર 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. 2025-26 અને 2026-27...

September 4, 2024 10:30 AM

રશિયન સૈન્યએ મિસાઈલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

રશિયન સૈન્યએ મિસાઈલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રશિયન હુમલામાં સૈન્ય સંચાર સંસ્થાન અને એક હોસ્પિટલને નુકસાન થયું છે. યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે, રશિયન હુમલામાં ઘણા સૈન્ય કર્મચારીઓ પણ માર્યા ગયા છે. યુક્રેનના સંર...

September 4, 2024 10:21 AM

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે.

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે. જેમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. ગઈકાલે ભારતે પાંચ ચંદ્રકો જીત્યા હતા. જેમાં દીપ્તિ જીવનજીએ 400 મીટર T-20 દોડમાં કાંસ્ય ચંદ્રક, શરદ કુમાર અજિત સિંહે રજત ચંદ્રક, મરીયપ્પન થંગાવેલુએ પુરુષ કૂદમાં કાંસ્ય ...

September 4, 2024 10:14 AM

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉ...

September 4, 2024 9:49 AM

ભાજપનાં નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ભાજપનાં નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે બબીતા ચૌહાણને આયોગના અધ્યક્ષ તરીકે અને ચારુ ચૌધરીની સાથે અપર્ણા યાદવને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નવનિયુક્ત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે. ઉલ્લેખનીય છે કે, અપર્...

September 4, 2024 9:31 AM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોનાં પ્રચાર માટે આ સભાઓ યોજવામાં આવી છે. શ્રી ગાંધી આ...

September 4, 2024 9:20 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે. દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ...

September 4, 2024 9:05 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે સહકારના નવા ક્ષેત્રો શોધવા પર ચર્ચા થવાની સંભાવના છે. ત્યારબાદ અનેક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.શ્રી મોદી બ્રુનેઈ અને સિંગાપોરના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈક...