September 4, 2024 2:21 PM

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીતવા બદલ શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, અજીત સિંહ અને સુંદર સિંહ ગુર્જરને અભિન...

September 4, 2024 2:18 PM

અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઈરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિત્ઝર્લેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું

અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઈરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિત્ઝર્લેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું છે. ઇરાકના વિદેશ મંત્રીએ કહ્યું, આ દૂતાવાસ ફરી શરૂ થયું તે બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહકાર અને મજબૂત દ્વિપક્ષીય સંબંધને દર્શાવે છે. વર્ષ 1991માં અખાતી યુદ્ધના કારણે સ્વિત્ઝર્લેન્ડે ઇરાકમાં ...

September 4, 2024 2:17 PM

રશિયાએ યુક્રેન પર કરેલા અનેક મિસાઈલ હુમલામાં 51 લોકોના મોત નીપજ્યા

રશિયાએ યુક્રેન પર કરેલા અનેક મિસાઈલ હુમલામાં 51 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 200 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ હુમલો યુક્રેનના મધ્ય ભાગમાં આવેલા સૈન્ય શિક્ષણ સંસ્થાન પર કરાયો હતો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક સંદેશમાં તેમને પોલ્ટાવામાં રશિયન હુમલાની માહિતી મળી હોવાનું જણાવ્ય...

September 4, 2024 2:15 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને ભારત પ્રશાંત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાંદેર સેરી બેગાવનમાં બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બૉલ્કિયા સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને હિન્દ મહાસાગર લક્ષ્યમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, જે બંને દેશ વચ્ચે ઉજ્જવળ ભવિષ્યની બાંહેધરી છે ભારત-બ્રુનેઈ સંબંધ અને એક્ટ ઇસ્ટ પ...

September 4, 2024 2:13 PM

નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન-હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરશે

નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન-હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરશે. નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ આજે એક કાર્યક્રમને સંબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી. શ્રી જોષીએ ભારત અને અન્ય વિકસિત દેશોને સ્વચ્છ અને હરિયાળી ઊર્જા સંક્રમણ તરફ દોરવામાં ...

September 4, 2024 2:09 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને કોઈપણ સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈદ્યાનિક સંસ્થાના સભ્યોની રચના અને નિમણૂક કરવાની સત્તા આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને કોઈપણ સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈદ્યાનિક સંસ્થાના સભ્યોની રચના અને નિમણૂક કરવાની સત્તા આપી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે બંધારણના અનુચ્છેદ -239ના અનુસંધાનમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

September 4, 2024 2:06 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંદર સેરી બેગવાન ખાતે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંદર સેરી બેગવાન ખાતે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન બંને નેતા સેટેલાઇટ અને લૉન્ચ વાહનો માટે ટેલીમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકૉમ કમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર પરના એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર અને વિનિમયના સાક્ષી બન્યા હતા. વિદેશ મંત્ર...

September 4, 2024 2:01 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે કેન્દ્ર અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે. દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ...

September 4, 2024 1:59 PM

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉ...

September 4, 2024 12:06 PM

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા છે એમ જિલ્લાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે. જિલ્લામાં કૃષિસખી અને પશુસખીની કુલ 1 હજાર 198 મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી હતી.