September 8, 2024 7:44 PM

ભારતે ત્રણ આફ્રિકન દેશો – ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી

ભારતે ત્રણ આફ્રિકન દેશો - ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈ કાલે માલાવી માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ રવાના થયો હતો. એ જ રીતે, ઝિમ્બાબ્વે માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ ગઈક...

September 8, 2024 7:43 PM

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે. શ્રી વૈષ્ણવનું નામ આ યાદીમાં "શેપર્સ" શ્રેણીમાં છે. મેગેઝિને જણાવ્યું હતું કે શ્રી વૈષ્ણવના નેતૃત્વમાં ભારત આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન...

September 8, 2024 7:42 PM

PIB ધ્વારા પીએમ કુસુમ યોજના હેઠળ નકલી મંજુરી પત્રની છેતરપીંડીથી સાવધ રહેવા લોકોને સુચના આપી

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, PIBના સત્યતા ચકાસણી યુનિટે એવા કૌભાંડ સામે ચેતવણી આપી છે જેમાં છેતરપિંડી કરનારાઓ પીએમ કુસુમ યોજના હેઠળ નોંધણી ફી તરીકે આઠ હજાર રૂપિયા માંગી રહ્યા છે. સત્યતા ચકાસણી યુનિટે જણાવ્યું હતું કે, લોકોને નકલી મંજૂરીનો પત્ર મોકલવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યોજન...

September 8, 2024 7:40 PM

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સૌપ્રથમ વાર ભારતની ત્રણ દિવસની મુલાકાતે

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ,શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ક્રા...

September 8, 2024 7:39 PM

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ – વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. દરેક વ્યક્તિ, સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનક...

September 8, 2024 7:38 PM

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને 3-0 થી હરાવ્યું

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને ત્રણ-શૂન્યથી હરાવ્યું છે. સુખજીત સિંહ, ઉત્તમ સિંહ અને અભિષેકે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતની શરૂઆતની મેચમાં વિજય મેળવ્યો હતો. આવતીકાલે ભારતનો આગામી મુકાબલો જાપાન સામે થશે. પુરુષોની એશિયન હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા આજથી ચીનના હુલુનબુર શહેરમાં શ...

September 8, 2024 7:37 PM

દિલ્હીમાં 14મી સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત માટે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક આવતીકાલથી ઉપલબ્ધ થશે

દિલ્હીમાં 14મી સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત માટે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક આવતીકાલથી ઉપલબ્ધ થશે. વાહન માલિકો દિલ્હી ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અદાલતોમાં દ્વારકા, ક...

September 8, 2024 7:36 PM

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ આજે મોડી રાત્રે – તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ આજે મોડી રાત્રે સમાપ્ત થશે. ફ્રાન્સના નેશનલ સ્ટેડિયમ સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે સમાપન સમારોહ યોજાશે. પેરિસ પેરાલિમ્પિક્સના સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે. આજે પૂજા ઓઝા મહિલા કાયક સિંગલ્સ 200m KL-1 સ્પ્રિન્ટ કેનોઇંગ ઇવેન્ટની ફાઇનલમાં ...

September 8, 2024 7:32 PM

 કચ્છના લખપત અને અબડાસામાં ભેદી તાવ બાબતે સર્વેલન્સ ટીમના અહેવાલ બાદ આવશ્યક કામગીરી કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હૈયાધારણ

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી ચાર દિવસમાં 12 લોકોના મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જ્યાં મોત થઇ રહ્યા છે, ત્યાં મૃતકના પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, એચ વન એન વન સ્વાઈન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને ...

September 8, 2024 7:30 PM

રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે તરણેતર મેળાની મુલાકાતે

સુરેન્દ્રનગરના થાનગઢમાં હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે મેળાની મુલાકાતે હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનુ...