September 9, 2024 4:02 PM

અરવલ્લીના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ દ્વારા અંબાજી જતાં પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવાયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓનો અરવલ્લી જિલ્લાના માર્ગો પર ધસારો જોવા મળી રહ્યો છે. આવા સમયે અહીં અકસ્માત નિવારવા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવવાનું કામ કરી રહ્યું છે.

September 9, 2024 3:56 PM

મહીસાગરના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં આ વર્ષે પણ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે વડોદરાના ગાયકવાડ સરકારના કારીગરો દ્વારા વિશિષ્ટ માટીમાંથી ગણેશજીની આ મૂર્તિ તૈયાર કરે છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ રાત્રે કથા અને ભજન-કીર્તન...

September 9, 2024 3:58 PM

પ્રધાનમંત્રી મોદી અને દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે નવી દિલ્હીમાં પ્રતિનિધીમંડળ સ્તરની મંત્રણા શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે નવી દિલ્હીમાં પ્રતિનિધીમંડળ સ્તરની મંત્રણા ચાલી રહી છે. હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓ ભારત અને યુએઇ વચ્ચે દ્વિપક્ષીય સહકારનાં ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરશે. શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયે...

September 9, 2024 3:54 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 122 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે બનાસકાં...

September 9, 2024 3:57 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં શરૂ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર - જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન દરન...

September 9, 2024 3:20 PM

ભારતમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી નોંધાયો

વિશ્વનાં અનેક દેશોમાં મંકીપોક્સનાં સંક્રમણનાં કેસો ધ્યાનમાં આવ્યા છે ત્યારે ભારતમાં પણ મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંકીપોક્સનું સંક્રમણ ધરાવતા એક દેશમાંથી આવેલા દર્દીને મંકીપોક્સની વિશેષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની સ્થિતિ હાલ સ્થિર છે. મંત્...

September 9, 2024 3:18 PM

સર્વોચ્ચ અદાલતમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી

સર્વોચ્ચ અદાલત કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે. અદાલતે આજે સીબીઆઇને આ કેસમાં આગામી મંગળવારે નવો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.સીબીઆઈએ ફોરેન્સિક રિપોર્ટમાં નમૂના કોણે એકત્રિત કર્યા તે અંગે ભાર આપતા અદાલતે નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું....

September 9, 2024 3:12 PM

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ છે. સૈન્ય અભ્યાસની શરૂઆત પરેડ સમારંભ સાથે થઈ હતી. આ સૈન્ય અભ્યાસમાં ભારતીય અને અમેરિકી સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના લગભગ 1200 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. બંને દેશોના સૈનિકો 15 દિવસ સુધી યુદ્ધની...

September 9, 2024 3:09 PM

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર થયા છે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ સેક્ટરમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં કેટલાક આતંકવાદીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવનાને કારણ...

September 9, 2024 3:08 PM

આગામી 24 કલાકમાં ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના :હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ આગામી 24 કલાકમાં તીવ્ર દબાણમાં પરિવર્તીત થવાની સંભાવના હોવાથી ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, યાનમના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત તેલંગાણા, પશ્ચિમ ...