September 9, 2024 7:51 PM

રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીયબેઠકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુધ્ધ વિરામની હિમાયત કરતાં કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશકંર

આજે રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીય બેઠકના ઉદ્ઘાટનમાં, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગાઝામાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ભારતની સૈદ્ધાંતિક અનેસુસંગત સ્થિતિ સ્પષ્ટ કરી હતી.  તેમણે કહ્યું હતુ કે ભારત  આતંકવાદ અને બંધક બનાવવાના કૃત્યોની નિંદા કરે છે, અમે નિર્દોષ નાગરિકોના સતત મૃત્યુથી ખૂબ જ દુ...

September 9, 2024 7:46 PM

દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ

દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે, કુલ કવરેજ વિસ્તાર અત્યાર સુધીમાં એક હજાર 92 લાખ હેક્ટરને વટાવી ગયો છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન, ખરીફ હેઠળ અંદાજે 1 એક હજાર 69 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આજે ખરીફ પાક હેઠળના વિસ્તારના કવરેજ અંગેનો ...

September 9, 2024 7:43 PM

રાજ્ય સરકારે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલોના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઑવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે 28 કરોડ અને ગવર્નમેન્ટ હૉસ્પિટલ ચૉક પાસે 28 કરોડ 82 લાખ રૂપિયાના ખર...

September 9, 2024 7:35 PM

રાજ્યમાં આગામી જાન્યુઆરી મહિનામાં ગિરનાર- જૂનાગઢ ખાતે ‘રાજ્યકક્ષા ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધા’ યોજાશે

રાજ્યમાં 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક – યુવતીઓ માટે આગામી જાન્યુઆરી મહિનામાં ગિરનાર- જૂનાગઢ ખાતે ‘રાજ્યકક્ષા ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધા’ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ...

September 9, 2024 7:32 PM

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ. દરમિયાન સાયબર ગુનાઓ રોકવા, આંતરરાજ્ય સંકલન, સરહદ વ્યવસ્થાપન ગુના સાબિતીનો દર વધારવામાટેના પગલાઓ, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મ...

September 9, 2024 7:29 PM

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે

સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે ગતરાત્રે જ આ મામલે તાત્કાલિક કોમ્બિંગ કરી ડ્રોન, સીસીટીવી અને વિડિયોના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા...

September 9, 2024 7:25 PM

રાજ્ય સરકાર IVF થી ગર્ભધારણ કરતા પશુઓ માટે પશુપાલકોને 5 હજાર રૂપિયાની સહાય ચૂકવશે

રાજ્ય સરકાર IVF એટલે કે, ઇન વિટ્રોફર્ટિલાઈઝેશનથી ગર્ભધારણ કરતા પશુઓ માટે પશુપાલકોને 5 હજાર રૂપિયાની સહાય ચૂકવશે. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહા...

September 9, 2024 7:22 PM

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડી દ્વારા અબડાસા અને લખપત તાલુકામાં તપાસ હાથ ધરાઈ

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડી અબડાસા અને લખપત તાલુકામાં તપાસ કરી રહી છે. તે અંતર્ગત 318 ઘરના 2 હજાર 234 લોકોની ચકાસણી કરવામાં આવી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કચ્છમાં શંકાસ્પદ તાવના કેસમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. ચોથી સપ્ટેમ્બરે પ્રથમ કે...

September 9, 2024 7:19 PM

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને ક્યુ આર કોડ પ્રસિદ્ધ કરાયો છે. આ કોડને સ્કેન કરવાથી પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડોની જાણકારી મેળવી શકાશે.

September 9, 2024 7:17 PM

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ...