September 10, 2024 2:41 PM

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. દરમિયાન, IMD એ આગામી 4 દિવસ દરમિયાન ઝારખંડ, પશ્ચિમ બંગાળનાં ગંગા નદીનાં વિસ્તારો, હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમા...

September 10, 2024 2:40 PM

પેરિસ પેરાલિમ્પિક્સમાં 29 ચંદ્રકોની ઐતહાસિક સિધ્ધિ બાદ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા

પેરિસ પેરાલિમ્પિક્સમાંથી ભારતીય ખેલાડીઓ આજે નવી દિલ્હી પરત આવ્યા છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઢોલ-નગારા અને ફુલહાર સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી 7 સુવર્ણ, 9 રજત અને 13 કાંસ્ય સહીત કુલ 29 ચંદ્રકો જીતીને દેશ માટ...

September 10, 2024 2:38 PM

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી છે સુરક્ષા પરિષદમાં રાજકીય વિસંગતતાના કારણે શાંતિ મંત્રણાના પ્રયાસોને માઠી અસર થઈ રહી છે. યુ.એન સુરક્ષા પરિષદમાં નવ નિયુક્ત ભારતીય અધિકારી પી. હરિશે તેમના પહેલા સંબોધન જણાવ્યું કે, સુરક્ષા પરિષદમાં રાજકીય એકતાના અભાવ...

September 10, 2024 2:37 PM

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગઈ કાલે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી. સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી પુરીએ જણાવ્યું કે, તેમણે વ્યાપક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પર મંત્રણા કરી. બંને દેશ...

September 10, 2024 2:35 PM

મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે

મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે. ભારતીય સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ફિલિપાઈન્સના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના સચિવ ઈરીનો ક્રુઝ એસ્પિનો આ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. શ્રી અરમાને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત ...

September 10, 2024 2:32 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુન્હા અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) રાષ્ટ્રને સમર્પિત કર્યું

આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુન્હા અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) રાષ્ટ્રને સમર્પિત કર્યું- રાજ્યો અને કેન્દ્રીય પોલીસ માટેના 'સાયબર કમાન્ડો' કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટરમાં વેબ-આધારિત મોડ્યુલ સમન્વય, સાયબર ક્રાઈમ ડેટા રિપોઝીટરી, શેરિંગ, મેપિંગ ...

September 10, 2024 2:30 PM

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસની મુલાકાતે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન ફેડરલ વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની...

September 10, 2024 9:06 AM

ઉત્તરાખંડના સોનપ્રયાગ-મુંકટિયા વિસ્તારમાં ભુસ્ખલન

ઉત્તરાખંડના સોનપ્રયાગ-મુંકટિયા વિસ્તારમાં ભુસ્ખલન ઝોનમાં ગઈ કાલે પર્વત પરથી પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે વ્યક્તિને ઇજા થઈ હતી.ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘટનાની જાણ થતા...

September 10, 2024 9:02 AM

હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો

હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ચાર વારનાં ચેમ્પિયન ભારતે અગાઉ પ્રથમ મેચમાં ચીનને 3-શૂન્યથી પરાજય આપ્યો હતો. હરમનપ્રીત સિંહનાં નેતૃત્વ હેઠળની ટીમ આવતી કાલે મલેશિ...

September 10, 2024 9:00 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આઇસોલેટ કરવામાં આવેલા દર્દીમાં એમ-પોક્સ ક્લેડ ટુની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આઇસોલેટ કરવામાં આવેલા દર્દીમાં એમ-પોક્સ ક્લેડ ટુની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે. દર્દીને પ્રવાસ દરમિયાન ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. હાલમાં મન્કીપોક્સનું સંક્રમણ ધરાવતા દેશનો પ્રવાસ કરનારા આ યુવા પુરુષ દર્દીને આઇસોલેશન સુવિધા ધરાવતા વિશેષ વોર્ડમાં રાખવામાં ...