September 11, 2024 8:46 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ પરિષદની થીમ છે- "સેમીકન્ડક્ટરનાં ભાવિને આકાર આપવો.” આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરશે જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. અમારા સંવાદદાતા જણાવ...

September 10, 2024 8:02 PM

ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી

ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાણવેએ જણાવ્યું કે, આ સમિતિમાં ત્રણ સહ-આયોજકો, વિવિધ સમિતિના અધ્યક્ષ, પૂર્વ અધિકારીઓ સામેલ છે. નીતિન ગડકરી, ચંદ્રશેખર બાવનકુલે, દેવેન્દ્ર ફડણવીસ, પિયૂષ ગોયેલ, વિનોદ તાવડે, ...

September 10, 2024 8:00 PM

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે :કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે અને 2030 સુધીમાં તેનું વાર્ષિક વેચાણ વધીને 1 કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનોમાં ઉત્પાદનમાં વધારો થતા પાંચ કરોડ રોજગાર ઉભા થશે. ભારતીય ઓટોમોબાઇલ ...

September 10, 2024 7:59 PM

આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે

આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 10 સપ્ટેમ્બર, 1935ના રોજ મૈસૂરમાં દેશના પ્રથમ રેડિયો પ્રસારણ તરીકે મૈસૂર રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી. અહીંની મહારાજા કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક ડૉ. એમ. વી. ગોપાલ સ્વામીએ તેમના નિવાસ સ્થાને 30 વૉટનું ટ્રાન્સમિટર લગા...

September 10, 2024 7:57 PM

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર યોગેશ બજરંગી ઝાલના બેઠક પરથી, જ્યારે ક્રિશ્ના ગેહલાવત રાઇ બેઠક પરથી ચૂંટણી લડશે. બિમલા ચૌધરી પટૌડી અને પ્રદીપ સંગવાન બરોડા બેઠક પરથી, નસીમ અહેમદ ફિરોઝપુર ઝિરકા અને અરિઝ ખાન પુનાહાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

September 10, 2024 7:55 PM

પેરિસમાં પૂર્ણ થયેલી પેરાલિમ્પિક રમતોમાં 29 ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા

પેરિસમાં પૂર્ણ થયેલી પેરાલિમ્પિક રમતોમાં 29 ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં સમર્થકો અને ખેલાડીઓના પરિવારજનોએ ખેલાડીઓને આવકાર્યા હતા. પેરા જેવલિન થ્રોઅર સમુત અંતિલે આ ઉષ્માભેર સ્વાગત માટે પ્રશંસકોનો આભાર માન...

September 10, 2024 7:53 PM

ભારતીય નૌકાદળે તકનિકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત કરી

ભારતીય નૌકાદળે તકનિકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત કરી છે. આ પરીક્ષા આજે સવારે યોજનાર હતી. ભારતીય નૌકાદળે એક નિવેદનમાં કહ્યું છે કે વિવિધ ગૃપ બી – એનજી અને ગૃપ - સી પદોની ભર્તી માટેની ઓનલાઇન પરીક્ષા આ મહિનાની 14 તારીખ સુધી આયોજીત થનાર હતી, જોકે હવે આ પરીક્ષા માટેની ન...

September 10, 2024 7:53 PM

રશિયાની વાયુ સેનાએ રાજધાની મૉસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં 144 જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ

રશિયાની વાયુ સેનાએ રાજધાની મૉસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં 144 જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે યુક્રેનની સેનાએ રશિયાના વિવિધ સ્થાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. વધુમાં આ નિવેદનમાં કહેવાયું છે કે, જે ડ્રોન તોડી પડાયા છે, તે મૉસ્કો અને આસપ...

September 10, 2024 7:50 PM

ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી

ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી છે. શ્રી ગાંધીએ કહ્યું હતું કે તેમની લડાઈ એ મુદ્દે છે કે ભારતમાં શીખ સમુદાયને પાઘડી પહેરવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભાજપ નેતા અને કેન્દ્રીય મ...

September 10, 2024 7:48 PM

આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષે પ્રવેશ મહેતાને ફરીદાબાદ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે, જ્યારે મુખ્તિયાર સિંહ બાજીગરને રતિયા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલે 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.