September 12, 2024 7:45 PM

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો છે. આ પૈકી 4 થી 5 ના મોત અન્ય કારણોસર કે હાર્ટને કારણે થયા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે પ્રભારી સચિવ તેમજ આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે જિલ્લા કલેક...

September 12, 2024 7:41 PM

રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે – તો રાજ્ય સરકારે વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારોના વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી

રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના, લઘુ અને મધ્મય વર્ગના વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત અને બચાવ પેકેજની જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડોદરામાં વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોનું ઝડપી પુનર્વસન કરાવવું એ રાજ્ય સરક...

September 12, 2024 3:59 PM

યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત્ રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે

યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત્ રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે.જિલ્લા કલેક્ટર મિહીર પટેલે રથને પ્રસ્થાન કરાવી શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.મેળાનો પ્રારંભ થતાં જ જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઊઠી હતી.જિલ્લા કલેક્ટર મિહીર પટેલે વિવિધ સેવા કેમ...

September 12, 2024 2:48 PM

પશ્ચિમબંગાળના આરોગ્ય વિભાગના મુખ્યાલયની સામે જુનિયર ડોકટરો દ્વારા ચાલી રહેલું વિરોધપ્રદર્શન ગુરુવારે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું

પશ્ચિમબંગાળના આરોગ્ય વિભાગના મુખ્યાલયની સામે જુનિયર ડોકટરો દ્વારા ચાલી રહેલું વિરોધપ્રદર્શન ગુરુવારે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. આર.જી.કર મેડિકલ કોલેજમાં સહયોગી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આંદોલન કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ દ્વારા સ્પષ્ટ કરી દેવાયું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પ...

September 12, 2024 2:38 PM

મહારાષ્ટ્રમાં ગઈકાલે લાખો ભક્તોએ ગણપતિ બાપ્પાને વિદાય આપી

મહારાષ્ટ્રમાં,ગઈકાલે લાખો ભક્તોએ ગણપતિ બાપ્પાને વિદાય આપી.રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણનના નિવાસસ્થાને સ્થાપિત ઈકો-ફ્રેન્ડલી ગણેશજીનું રાજભવન ખાતેના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.માટીમાંથી બનેલી આ મૂર્તિ નાસિક સેન્ટ્રલજેલના એક કેદી દ્વારા બનાવવામાં આવી હતી.મુંબઈમાં 5 દિવસના ગણેશઉત્સવ બાદ 38...

September 12, 2024 2:32 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના 19 રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના 19 રાજ્યોમાં અતિ ભારે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બિહાર, ઓડિશા, ઝારખંડ નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, અઠવાડિયા દરમિયાન મધ્ય ભારત...

September 12, 2024 2:27 PM

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સુધારો લાવવા છ કમિશનની રચના કરી

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં સુધારા લાવવા માટે છ કમિશનનીરચના કરવાની જાહેરાત કરી છે. મુખ્યસલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, બંધારણ, ચૂંટણી પ્રણાલી,ન્યાયતંત્ર,પોલીસ,ભ્રષ્ટાચાર વિરોધી આયોગ અને જાહેર વહીવટ આ છ ક્ષેત્રો...

September 12, 2024 2:19 PM

હરિયાણા અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ

પાંચમી ઑક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે આજે વધુ  બે ઉમેદવારો સાથેની પાંચમી  યાદી જાહેર કરી છે.પક્ષે નરેશ સેલવાલને ઉકલાના બેઠક પરથી જયારે જસબીર સિંહને નરનોંદ બેઠક પરથી ટિકિટ આપી છે.જોકે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં કૉંગ્રેસે હજુ સુધી  સોહના અને ભિવાની બેઠક ...

September 12, 2024 2:13 PM

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જોધપુરમાં તરંગ શક્તિ ક્વાયતનું નિરીક્ષણ કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતના ત્રણેય સેન્ય વડાઓ સાથે રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે ચાલી રહેલ તરંગ શક્તિ કવાયતનું નિરીક્ષણ કર્યું.આ પ્રસંગે રાજનાથ સિંહે જણાવ્યું કે,આ કવાયતનો ઉદ્દેશ્ય દેશની સૈન્ય ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને સહભાગી રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે. તે...

September 12, 2024 2:07 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા દિલ્હી ઘોષણાપત્રને અપનાવવાની જાહેરાત પણ કરશે.દિલ્હી ઘોષણાપત્ર એ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ઉડ્ડયન ...