September 26, 2024 2:32 PM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોયેવ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોયેવ સાથે મુલાકાત કરી હતી. નાણામંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે નવા ક્ષેત્રોમાં જોડાણ કરવા અંગે ઉઝબેકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વેપાર તથા ઉદ્યોગ મંત્રી સાથે ફળદાયી મંત્રણા થઈ હતી. આ ક્ષેત્રોમા...

September 26, 2024 2:30 PM

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓ સાથેની મંત્રણામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સલામતિ પરિષદ આંતરરાષ્ટ્રીય શાંત...

September 26, 2024 2:28 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે. તેઓ અહીં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. અમારા આકાશવાણી લેહ સંવાદદાતાના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિની સિયાચીનની આ પ્રથમ અને લદ્દાખની બીજી મુલાકાત છે. ઓક્ટોબર 2023માં તેમની મુલાકાત ખરાબ હવામાનને કારણે રદ થઈ હતી. રાષ્ટ્રપતિનું સ્વાગત ...

September 26, 2024 2:26 PM

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે. શ્રી નડ્ડા ભુવનેશ્વરમાં પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે અને સભ્યપદ અભિયાનમાં ભાગ લેશે. આ પ્રસંગે રાજ્યભરમાંથી વિવિધ જૂથો, સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપશે. બપો...

September 26, 2024 2:24 PM

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ આજે જમ્મુ પહોંચી રહ્યા છે. તેઓ જમ્મુના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં ચાર જાહેરસભાઓ સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પક્ષનાં પ્રચાર અભિયાનને વેગ આપવા માટે 28મીએ જમ્મુ ...

September 26, 2024 2:21 PM

કેન્દ્રિય ધોરણ નિયંત્રણ સંસ્થા- CDSCO એ પોતાના માસિક અહેવાલમાં 50 દવાઓને યોગ્ય ગુણવત્તાવાળી નહિં હોવાનું જણાવ્યું

કેન્દ્રિય ધોરણ નિયંત્રણ સંસ્થા- CDSCO એ પોતાના માસિક અહેવાલમાં 50 દવાઓને યોગ્ય ગુણવત્તાવાળી નહિં હોવાનું જણાવ્યું છે. આના લીધે પેરાસિટામોલ, વિટામીન ડી-3, જેવી 50 દવાઓના ઉપયોગ અંગે ચિંતા ઉભી થઈ છે. આ દવાઓ ઉત્પાદિત કરતી ઘણી કંપનીઓની દવાઓમાં યોગ્ય ગુણવત્તા જળવાઈન હોવાનું CDSCO ના અહેવાલમાં જણાવાયું છે.

September 26, 2024 12:32 PM

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે.

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કીર્તિ તોર...

September 26, 2024 12:05 PM

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુક...

September 26, 2024 11:33 AM

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે.

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 500 ગિગાવોટ તેમજ ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 100 ગિગાવોટ સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે તેમ રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું....

September 26, 2024 11:23 AM

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.આ માટે ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ખેડૂતો મોબાઇલ એપ્લિકેશન કોટ-એલી અને નિગમની વેબસાઇટ www.cotcorp.org.inની મુ...