September 15, 2024 7:17 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20મો મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનુ...

September 15, 2024 7:16 PM

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે જે અંતર્ગત અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીટીતંત્ર કટિબધ્ધ બન્યુ છે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે ૪ વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં અંદાજીત...

September 15, 2024 7:13 PM

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટમાં પશ્ચિમનાં રાજ્યોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટ પહોંચ્યા હતા .ત્યાં તેમણે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતુ કે, વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનુ રહ્યું હતું. આગામી 5 વર્ષ...

September 15, 2024 7:12 PM

ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેનાં કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે

ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેનાં કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે. ખેડુત પાસેથી જમીનની ખરીદી કરાવીને ઉંચા ભાવે સાધુને વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઇ છે. આ સંગઠિત ગેંગ દ્વારા સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ...

September 15, 2024 7:13 PM

પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ આપ્યા છે. તેમજ આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા માટે પણ સૂચના આપી છે. રાજ્યના દૂર-દર...

September 15, 2024 7:23 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાનમથકે તેમનું આગમન થયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું વિમાનમથકે તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર સ્થિત રાજભવન ગયા હતા. તેઓ આવતી કાલે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મ...

September 15, 2024 2:09 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લૉકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લૉકાર્પણ કરશે. આ ડિજિટલ ટાવર એ 12 માળની ઇમારત છે, જેમાં કમ્પ્યુટર વિજ્ઞાન અને નવી ટેક્નૉલોજીની જરૂરિયાતને પૂરી કરતી નવીનતમ પ્રણાલીથી સજ્જ ડિજિટલ વર્ગ ખંડો છે. આ પ્રસંગે રાજ્યપાલ સી. પી.રાધાક્રિ...

September 15, 2024 2:08 PM

ઝારખંડ પોલીસને એક લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી

ઝારખંડ પોલીસને એક લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી છે. ગિરીડીહ જિલ્લા પોલીસ વડા વિમલ કુમારને નક્સલવાદી અંગે માહિતી મળી હતી. તેના આધારે ડુમરી S.D.P.O. સુમિત પ્રસાદના નેતૃત્વમાં પોલીસે નક્સલવાદી લક્ષ્મણ રાયની તેના ગામ લેઢવાટાંડથી ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નક્...

September 15, 2024 2:07 PM

કેરળ સહિત દેશભરમાં મલિયાલી લોકો ઓણમની ઉજવણી કરી રહ્યા છે

કેરળમાં આજે ઓણમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઓણમની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ એક શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે ઓણમ એ કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાની ઉજવણીનો પ્રસંગ છે. વધુમાં તેમણે લખ્યું છે કે આ તહેવાર પાકની લણ...

September 15, 2024 2:07 PM

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર અને ઓડિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગંગા પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના પ...