September 17, 2024 2:45 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે શ્રી મોદીએ પોતાના વ્યક્તિત્વ અનેકાર્ય દ્વારા દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. વધુમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે ર...

September 17, 2024 11:14 AM

આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ચીન વચ્ચે મુકાબલો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઈનલમાં આજે ભારતનો મુકાબલો ચીન સાથે થશે. ભારતીય સમય અનુસાર 3.30 કલાકે મેચ શરૂ થશે. ભારતીય હોકી ટીમે ગ્રૂપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીતીને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતીય ટીમે ચીનને 3-0, જાપાનને 5-1, મલેશિયાને 8-1, કોરિયાને 3-1 અને પાકિસ્તાનને 2-1 થી હરા...

September 17, 2024 9:57 AM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શાલ ઓઢાડીને પ્...

September 17, 2024 9:33 AM

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ગુજરાતમાં યોજાઇ રહેલી ત્રિ-દિવસીય ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા...

September 17, 2024 9:19 AM

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ...

September 17, 2024 8:19 AM

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત ...

September 16, 2024 7:45 PM

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજીસ્ટ્રી- ભાસ્કરનો પ્રારંભ કર્યો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજીસ્ટ્રી- ભાસ્કરનો પ્રારંભ કર્યો હતો.ભાસ્કર એ ઇન્ટરએક્ટિવ ઓનલાઇન પ્લેટફોર્મ છે, જે સ્ટાર્ટઅપ્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને નિયમનકારી સંસ્થાઓ સહિતનાં ઔદ્યોગિક એકમોનાં હિતધારકોમાં સહયોગનું કેન્દ્રીયકરણ કરીને તેને સરળ બનાવ...

September 16, 2024 7:43 PM

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએસન દ્વારા સિનિયર મેન્સ 42મી આંતર જિલ્લા ફૂટબોલ ટૂર્નામેન્ટનો ગાંધીનગરથી આરંભ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયેશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટરડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ થયો છે. ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ તથા અમદાવાદના નિકોલમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ફૂટબોલ ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો છે. આ વર્ષ...

September 16, 2024 7:37 PM

રાજ્યભરમાં આવતીકાલથી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો આરંભ

આવતીકાલથી રાજ્યમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી શરૂ કરાશે.. ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ છે. રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ મહ...

September 16, 2024 7:33 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, દેશમાં આ સમય અમૃતકાળ છે, જેમાં આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા છે. શ્રી મોદીએ આજે અમદાવાદમાં જ...