September 17, 2024 7:00 PM

એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો

એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો હતો. જે, ધરતી માતાનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહનઆપવાની આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. હાઈ કમિશને આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મપર આપી હતી.

September 17, 2024 6:58 PM

મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડાં બોરિસના કારણે અંદાજે 18 લોકોના મોત

મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડાં બોરિસના કારણે આવેલા પૂરમાં પોલેન્ડમાં 4, રોમાનિયામાં 7, ચેક રિપબ્લિકમાં 3 અને ઓસ્ટ્રિયામાં 4 સહિત અંદાજે 18 લોકોના મોત થયા છે. પોલેન્ડના દક્ષિણ ભાગમાં રાહત અને બચાવ કામગીરી માટે 5 હજારથી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. રોમાનિયામાં,  પૂરથી સૌથી વધુ પ્રભ...

September 17, 2024 6:57 PM

આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે તમામ ભાષાઓનું સન્માન કરવાની સાથે સાથે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ. આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસની ઉજવણીના કાર્યક્રમને સંબોધતાશ્રી સેહગલે કહ્યું કે, હિન્દી ભાષા બોલવામાં અને સમજવામાંસરળ છે. તેમણે કહ્યું, દરેક વ...

September 17, 2024 6:55 PM

આગામી વિધાનસભા ચૂંટણી યોજાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજે શ્રી કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાને રાજીનામું આપ્યું હતું. હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીનું સુકાન સંભાળશે. આજે નવી દિલ્હીમાં મળેલી પક્ષનાં ધારાસભ્યોની બેઠકમાં તેમને વિધાનસભા પક્ષના ...

September 17, 2024 6:50 PM

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી. 30 શેરોનોઆ ઇન્ડેક્સ 90 પોઇન્ટ વધીને 83 હજાર 79 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 34 પોઇન્ટવધીને 25 હજાર 418 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી યુએસ ફેડરલઓપન માર્કેટ કમિટીની પોલીસી બેઠક પર હતી. મિડકેપ 100 ઇન્ડેક્સ 79 પોઇન...

September 17, 2024 3:20 PM

રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનાં ભાગરૂપે અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીનગરમાં પથિકાશ્રમ એસટી ડેપો ખાતે રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે સફાઈ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. બનાસકાંઠા જિલ્લાનાં કલેકટર મિહિર પ...

September 17, 2024 3:19 PM

ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઇને બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવાઇ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમ...

September 17, 2024 3:17 PM

આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ

આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે અનંત ચતુર્દશી છે. દસ દિવસ બાપ્પાની પૂજા, અર્ચના અને આરાધના બાદ આજે સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ ભક્તો ભારે હૈયે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરો, નગરો અને ગામડાઓમાં આ વિસર્જન થઇ રહ્યું છે. ...

September 17, 2024 3:15 PM

અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળા માટે મહેસાણા એસ.ટી. વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું

અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળા માટે મહેસાણા એસ.ટી. વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું હતુ. ચાર દિવસમાં 397 બસો દ્વારા એક હજાર 368 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 66 હજારથી વધુ મુસાફરોએ સલામતી કરી હતી. આ વિશેષ બસોને કારણે મહેસાણા એસ.ટી. વિભાગને 66 લાખ રૂપિયાથી વધુ આવક થઈ હતી.

September 17, 2024 3:13 PM

વિસનગર માર્કેટયાર્ડમાં નવી સિઝનનાં કપાસનાં પાકની આવક શરૂ થઈ

વિસનગર માર્કેટયાર્ડમાં નવી સિઝનનાં કપાસનાં પાકની આવક શરૂ થઈ ગઈ છે. 801 થી લઈ 1921 રૂપિયાનાં પ્રતિ મણનાં ભાવે 241 241 મણ કપાસની આવક થઈ હતી. વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો કપાસના પાકને વેચવા આવી રહ્યા છે. ધીરે ધીરે કપાસની આવકમાં વધારો જોવા મળશે.