September 18, 2024 2:22 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે છે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ...

September 18, 2024 7:55 PM

આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના સમાપન સત્રમાં ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા

આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના સમાપન સત્રમાં ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ શ્રી ધનખડે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અને મહાત્મા મંદિર પરિસર ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.

September 18, 2024 2:18 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (MNIT)ના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે.આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજ...

September 18, 2024 11:28 AM

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મેળાના છઠ્ઠા દિવસે ગઈકાલે 4 લાખ 57 હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. મેળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 26 લાખ 92 હજાર ભક્તોએ દર્શન કર્યા છે. અત્યાર સુધી મંદિરને 2 કરોડ 28 લ...

September 18, 2024 11:05 AM

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્ર...

September 18, 2024 10:51 AM

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો.

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. શ્રી પટેલે કહ્યું, આજના સમયમાં બે વર્ષનુ...

September 18, 2024 10:32 AM

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું...

September 18, 2024 10:15 AM

રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત” વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રિ-ઇન્વેસ્ટ સમિટના બે જ દિવસમાં શપથપત્રના માધ્યમથી અંદાજે 3 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત થઈ છે. દેશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત એક કરોડ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેની સામે રાજ્યને 10 લાખનો લક્ષ્યાંક મળ્યો છે...

September 18, 2024 9:42 AM

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલ...

September 18, 2024 9:30 AM

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે બાદ ચૂંટણી માટે હવે કુલ 1 હજાર 31 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે, 101 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહી છે. જ્યારે 462 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે...