September 20, 2024 9:12 AM

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રૉસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રૉસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો. આ અંડરપાસ બનવાથી અંજારથી વરસામેડી ગામ તરફ જતાં 23 હજારથી વધુ વાહનોને લાભ થશે. આ અંડરપાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

September 20, 2024 9:10 AM

વલસાડના કિલ્લા પારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો આરંભ થયો છે

વલસાડના કિલ્લા પારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો આરંભ થયો છે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ હસ્તે લીલીઝંડી આપી આ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.. આ બસ સેવાનો લાભ રોજ સવારે 5-30 વાગ્યેથી શરૂ થઈ રાત્રે 8-30 વાગ્યા સુધી દર દોઢ કલાકે મુસાફરો મળશે. આ બસ સેવાનો વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને જરૂરીયાતમંદોને ફાયદો થશ...

September 20, 2024 9:08 AM

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મૂકાશે

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મૂકાશે.આ પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજી મેળવવા ખુલ્લું રખાશે.ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી,...

September 20, 2024 9:02 AM

યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે

યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ આજે ભાદરવા વદ ત્રીજ નિમિત્તે બપોરે દોઢ વાગ્યે માતાજીના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિનો પ્રારંભ થશે. તેના કારણે સવારની આરતી સાડા 7 વાગ્...

September 20, 2024 9:00 AM

મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે

મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે. આ સંગ્રહાલય દેશનાં અતૂલ્ય વારસાને જીવંત બનાવશે.21 મીટર ઊંચા અને 326 થાંભલા પર 13 હજાર 525 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સંગ્રહાલય પથરાયેલું છે. બાકીનું 10 ટકા કામ પૂર્ણ થયાં બાદ આગામી ત્રણ મહિનામાં આ સંગ્રહ...

September 20, 2024 8:58 AM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ. કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે. આવા સમયે આપણે સૌએ ખેતીને બચાવવી હશે તો દેશી ગાય પાળવાની આપણી પરંપરાને અપનાવી જ પડશે. આણંદ જિલ્લાના આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે યોજાયેલ...

September 20, 2024 8:51 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ત્રણ દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનાં પ્રવાસે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત હશે. શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત લેશે. તેઓ આજે દમણના જામપોરમાં પક્ષીગૃહનું પણ ઉદ્ઘાટન કરશે. તેમ જ આરોગ્ય અને સુખાકાર...

September 20, 2024 8:49 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી પટેલ અમરેલીમાં 42 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા બસ-પોર્ટનું લોકાર્પણ કરશે.તેમ જ લાલાવદર ખાતે 13 કરોડ 64 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી રમતગમત ઈમારતનું ખાતમુહૂર્ત ક...

September 19, 2024 8:36 PM

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.. માલવિકાએ આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની 25 નંબરની ખેલાડી સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી હતી. માલવિકા આવતીકાલે જાપાનની અકાને યામાગ...

September 19, 2024 8:34 PM

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા હતા. આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને 102 રને અણનમ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ 86 રને અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 56, રિષભ પંતે 39 રન કર્યા હતા. બાંગલાદેશ...