September 20, 2024 2:41 PM

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિય...

September 20, 2024 2:40 PM

બેડમિન્ટનમાં ચાઇના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય શટલર માલવિકા બંસોડનો જાપાનની અકાને યામાગુચી સામે પરાજય

બેડમિન્ટનમાં, ચાઇના ઓપનમાં ભારતીય ખેલાડી માલવિકા બંસોડનું શાનદાર પ્રદર્શન આજે સમાપ્ત થયું. બંસોડ વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બે વખતનાં વિશ્વ વિજેતા જાપાનના અકાને યામાગુચી સામે 10-21, 16-21થી હારી ગયાં હતાં. સ્પર્ધામાં બંસોડ એકમાત્ર ભારતીય બાકી રહ્યાં હતાં. નાગપુરના ખેલાડીએ ગઈકાલે 16માં રાઉન્...

September 20, 2024 2:38 PM

નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા

નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં સરકારે આરોગ્ય ક્ષેત્રનું માળખું વધુ મજબૂત કર્યું છે અને અનેક યોજનાઓ શરૂ કરી છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આવકનાં કોઈ બાધ ...

September 20, 2024 2:36 PM

ચેન્નાઇમાં રમાઇ રહેલી બાંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત 376 રને ઓલઆઉટ

ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં આજે બાંગ્લાદેશ બેટિંગ કરવા મેદાને ઉતર્યું છે. જોકે, બાંગ્લાદેશની ટીમે 24 ઑવરમાં 5 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા છે. ટીમના ઑપનિંગ બેટ્સમેન તો 10 રન પણ ન બનાવી શક્યા. ભારત તરફથી અત્યાર સુધીમાં જસપ્રીત બુમરાહ અને અક્ષદીપે 2—2 અને...

September 20, 2024 2:35 PM

કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું છે કે, તિરુપતિ મંદિરમાં લાડુમાં પશુની ચરબી હોવાનો મુદો ગંભીર છે

કેન્દ્રીય ખાધ્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, તિરૂપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબી હોવાની વાત એ ખૂબ ગંભીર મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જોશીએ જણાવ્યું કે, આ અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવ્...

September 20, 2024 2:33 PM

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે. તેઓ પોલિસ લાઇન ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ગિરિડિહ જિલ્લામાં ઝારખંડી ધામની પણ મુલાકાત લેશે અને ધનબાદ ડિવિઝન માટેની યાત્રાનો પ્રારંભ કરાવશ...

September 20, 2024 2:32 PM

સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા 55 લોકો સાથે આજે નવી દિલ્હીમાં પોતાનાં નિવાસસ્થાને વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, બસ્તરનાં ચાર જિલ્લા સિવાય સમગ્ર દેશમાંથી નક્સલવ...

September 20, 2024 2:30 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાંચીમાં નમકુમ ખાતે ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેકન્ડરી એગ્રીકલ્ચર (NISA) ની શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અન...

September 20, 2024 2:28 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં પીએમ વિશ્વકર્મા કાર્યક્રમનાં એક વર્ષની સમાપ્તિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રીએ 18 લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત અને ધિરાણની રકમનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અમરાવતીમાં પીએમ મિત્રપાર્કનું પણ ખાતમુહૂર...

September 20, 2024 10:07 AM

બેડમિન્ટનમાં ભારતીય શટલર માલવિકા બંસોડ આજે ચાઇના ઓપન BWF Super 1000 ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે

બેડમિન્ટનમાં ભારતીય શટલર માલવિકા બંસોડ આજે ચાઇના ઓપન BWF Super 1000 ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. ગઇકાલે ચીનના ચાંગઝોઉ ખાતે 23 વર્ષીય માલવિકાએ વિશ્વમાં 25મો ક્રમ ધરાવતી સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી હતી. ટુર્નામેન્ટમાં માલવિકા એક મ...