June 25, 2024 2:50 PM

ભારતે જોર્ડનના અમ્માનમાં રમાયેલી 17 વર્ષથી ઓછી વયની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં કુલ 11 ચંદ્રક જીત્યા

ભારતે જોર્ડનના અમ્માનમાં રમાયેલી 17 વર્ષથી ઓછી વયની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ચાર સુવર્ણ, બે રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક મળી કુલ 11 ચંદ્રક જીત્યા છે. મહિલા કુસ્તીબાજોએ ચારેય સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. 46 કિગ્રામાં દીપાંશી, 53 કિગ્રામાં મુસ્કાન, 61 કિગ્રામાં રજનીતા અને 69 કિગ્રામાં માનસી લાથેરે શાનદા...

June 19, 2024 7:26 PM

મહારાષ્ટ્રના સોલાપુરમાં વાહને ટક્કર મારતાં પાંચ મહિલાઓના મોત નિપજ્પાં

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સાંગોલા તાલુકાના ચિકમહુડ નજીક પંઢરપુર-કરાડ રોડ પર ગઈ કાલે સાંજે વાહનની રાહ જોઈ રહેલી મહિલાઓને આઈશરે ટક્કર મારતા 5 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અન્ય 2 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ છે સાતેય મહિલાઓ ખેત મજૂર તરીકે કામ કરતી હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્...

June 19, 2024 6:18 PM

પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીમાં રાહતની શક્યતા

પશ્ચિમી વિક્ષેપના આગમનથી ઉત્તર ભારતમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર ભારતમાં તીવ્ર ગરમ પવનો અને કાળઝાળ ગરમીની અસર આજથી ધીરે ધીરે ઓછી થશે. હવામાન વિભાગે આજે પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં  ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની આગ...

June 25, 2024 3:53 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા વિદ્યાપીઠના નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજજ પરિસરનું ઉદઘાટન કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં નાલંદા યુનિવર્સિટીનાં નવા પરિસરનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ નવા પરિસરમાં તક્તીનું અનાવરણ પણ કર્યું હતું અને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં નાલંદા યુનિવર્સિટી દેશનાં સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમો માટે મહત્વનું કે...

June 18, 2024 4:43 PM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદીપભાઈ ધામેચા પરિવાર સહયોગથી આ બોરવેલને રિચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર, રાજકોટ અને જામનગરમાં બોરવેલ રીચાર્જ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્...

June 18, 2024 4:40 PM

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રા...

June 18, 2024 4:37 PM

આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે

આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ એક આનુવંશિક રક્ત વિકૃતિ ધરાવતો રોગ છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. રાજ્યમાં સિકલ સેલ એનિમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ...

June 18, 2024 4:34 PM

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી બેઠકમાં મીરાબેનના નામની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.. તેમનો કાર્યકાળ અઢી વર્ષ માટેનો રહેશે. જ્યારે નાયબ મેયર તરીકે નટવરજી ઠાકોરના નામની વરણી કરાઇ હતી.

June 18, 2024 4:32 PM

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ છે. જેમાં દીવ ખાતે બે દિવસ ના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું હતું. સવારના તડકા બાદ અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાતા ઝાપટાં પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.સુરત જિલ્લાનાં કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધીમીધારે વરસા...

June 18, 2024 4:23 PM

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં મચી દોડધામ

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી.આ શાળામાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી લેવાયા હતાં.