July 1, 2024 3:19 PM

ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આજથી દેશભરમાં અમલ

દેશભરમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે. આ પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠકો યોજી હતી અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલૉજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધ...

July 1, 2024 3:20 PM

NTA એ NEET -UG ની પુનઃ પરીક્ષા બાદ સુધારેલું પરિણામ અને ક્રમાંક જાહેર કર્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી - NTA એ આજે રિ-ટેસ્ટ પછી 1 હજાર 563 ઉમેદવારો અને NEET -UG પરીક્ષાના તમામ ઉમેદવારોના રેન્કનું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. NTA એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તમામ ઉમેદવારોના સુધારેલા સ્કોર કાર્ડ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારો વેબસાઇટ પર લૉગિન કરી શકે છે અને વેબસા...

June 25, 2024 7:43 PM

વર્ષ ૨૦૧૧થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઇઓ ઉમેરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમા લેવાયેલા નિર્ણયોની માહિતી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટલે આપી હતી.. તેમણે કહ્યુ હતું કે, વર્ષ ૨૦૧૧થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઇઓ ઉમેરાઈ છે. જેમાં અપીલમાં વિલંબ અટકાવવા રાજ્ય સરકારે મુખ્ય સચિવના અધ્ય...

June 25, 2024 7:40 PM

સરહદ સુરક્ષા દળને નશાકારક પદાર્થોનો જથ્થો પકડવામાં સફળતા મળી

સરહદ સુરક્ષા દળને નશાકારક પદાર્થોનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. આજે એક શોધખોળ દરમિયાન બીએસએફે ભુજમાં જખૌ દરિયાકાંઠે આવેલા એક અલગ ટાપુમાંથી શંકાસ્પદ 20 પેકેટો જપ્ત કર્યા હતા.. બીએસએફની એક ટુકડી આ ટાપુમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી તે દરમિયાન નશાકારક દ્રવ્યોના 20 પેકેટ મળી આવ્યાં હતાં.. સરહદ સુરક્ષા દળ ...

June 25, 2024 7:38 PM

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી દીધી છે... ગઇકાલે જે ફરિયાદની નકલ અને દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે તેની તપાસ સીબીઆઇની ટીમ કરી રહી છે. આ ઉપરાંત જે નિવેદનો લેવાયા છે તેની પણ વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.. આ કૌભાંડમાં ગોધરા સબ જેલમાં...

June 25, 2024 4:13 PM

લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના સાંસદ ઓમ બિરલાએ જ્યારે વિપક્ષ તરફથી કે. સુરેશે ઉમેદવારી નોંધાવી

લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના વરિષ્ઠ સાંસદ ઓમ બિરલાએ જ્યારે વિપક્ષ તરફથી કે. સુરેશે તેમની ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને પીયૂષ ગોયલે આ અંગે સહમતી સાધવા કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને ડીએમકેના ટીઆર બાલુ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતિ સ...

June 25, 2024 4:06 PM

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખેડામાં સૌથી વધુ બે ઇંચથી વધુ, જૂનાગઢના વિસાવદરમાં અને વડોદરાના ડેસરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગાંધીનગરથી એનડીઆરએફની વધુ ચાર ટીમો ગીર સોમ...

June 25, 2024 3:59 PM

ગાંધીનગર મનપા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે માર્ગદર્શન પૂરું પાડ્યું ...

June 25, 2024 4:08 PM

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશ પણ અપાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના અંદાજે ૧૫ લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોના શિક્ષણ અંગે ખાસ ૧૦૦ ...

June 25, 2024 3:48 PM

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો…

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 1.31 ટકા જેટલો રહ્યો છે. રાજ્યની વધુને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા યોજે...