July 16, 2024 7:52 PM

સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના પ્રોત્સાહક ભથ્થામાં ૧૦ થી ૧૫ ગણો વધારો જાહેર

રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના પ્રોત્સાહક ભત્થામાં ૧૦ થી ૧૫ ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે આજે કેબિનેટ બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સરકારી હોસ્પિટલોને મળતી આવકમાંથી હોસ્...

July 16, 2024 7:49 PM

ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હ...

July 16, 2024 7:48 PM

રાજયમાં આજે થયેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઓછામાં ઓછા પાંચ મોત નિપજ્યાં

રાજયમાં આજે થયેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઓછામાં ઓછા પાંચ મોત નિપજ્યાં છે. વલસાડના પારડીના નવેરી ગામે માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજયા હતા. વલસાડથી અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે , પારડી તાલુકાના નેવરી ગામે નાનાપોન્ડા પારડી રોડ ઉપર આજે બપોરે થયેલા અકસ્માતમાં નેવરી ગામની બે મહિલા...

July 16, 2024 7:45 PM

GMERSની 13 મેડિકલ કૉલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી - GMERSની 13 મેડિકલ કૉલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું છે, જે અનુસાર સરકારી ક્વૉટાની 75 ટકા એટલે કે 1500 જેટલી બેઠકો માટેની ફી ઘટાડીને 3.75 લાખ રૂપિયા, જ્યારે કે મેનેજમેન્ટ ક્વૉટાની બેઠકો માટેની વાર્ષિક ફી 12 લાખ કરવામાં આવી છે. આ પૂર્વે સરકારી ક્વૉટાન...

July 16, 2024 4:26 PM

ઇડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

પ્રવર્તન નિદેશાલય - ઇડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી બિન હિસાબી નાણાંની શોધ માટે પટણા,પુણે અને મધુબની માં દરોડા ચાલી રહ્યા છે. નિદેશાલયનાં અધિકારીઓ મધુબનીનાં ઝાંઝારપુરમાં ગુલાબ યાદવના પૈ...

July 16, 2024 4:25 PM

નીટ પરીક્ષાના પેપર લિક કેસમાં હઝારીબાગમાંથી વધુ એક આરોપીની ધરપકડ

નિટ પેપર લીક કેસમાં સી.બી.આઈ, ગત રાત્રીએ દિલ્હીના હજારીબાગ ખાતેના ગેસ્ટ હાઉસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી પાસેથી કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. હજારીબાગથી અત્યારસુધી પાંચ વ્યક્તિઓની ધરપકડ થઇ ચુકી છે.

July 16, 2024 4:23 PM

આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટિયપ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટિયપ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વિભાગે આ વિસ્તા...

July 16, 2024 4:21 PM

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ગઈકાલે રાત્રે મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રતિનિધિઓએ બહુમતી સાથે તેમનુ નામાંકન કર્યુ હતું. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ત્રીજી વાર રેસમાં છે. અગાઉ ટ્રમ્પ વર...

July 16, 2024 4:20 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં નાર્કો-કો-ઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં નાર્કો-કો-ઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી શાહ નેશનલ નાર્કોટીક્સ હેલ્પલાઈન માદક પદાર્થ નિષેધ સુચના કેન્દ્ર ‘માનસ’નું લોકાર્પણ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ એ...

July 16, 2024 4:18 PM

સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી

સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે ખાસ તપાસ ટુકડી - એસઆઇટીની રચના કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સમીક્ષા અરજી પર વિચાર કર્યા બાદ, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે રેકોર્ડ...