July 19, 2024 7:40 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમિકનેક્ટ પરિષદ’નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'ગુજરાત સેમિકનેક્ટ પરિષદ'નો પ્રારંભ કરાવ્યો છે.. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પરિષદ રાજ્યને સુદ્રઢ ઇકોસિસ્ટમ સાથેનું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે..તેમણે વધુમાં કહ્યું...

July 19, 2024 4:27 PM

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર,પોરબંદર,જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર,અમરેલી,મોરબી,ગીરસોમનાથ,બોટાદ,કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભા...

July 19, 2024 4:25 PM

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઇરસના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે.

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઇરસના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે. જે અંતર્ગત, મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ વધુ 2 કેસ સામે આવ્યાં છે.. લુણાવાડા તાલુકાના કોઠા તેમજ રામ બારીયાના મુવાડ ગામે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા અસરગ્રસ્ત બાળકને વડોદરાની સરકા...

July 19, 2024 4:21 PM

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની આજે મુલાકાત લીધી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની આજે મુલાકાત લીધી. તેમણે હિંમતનગર GMERS મેડિકલ કૉલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગે રાજ્ય સરકાર વાઇરલ એન્કેફેલાઇટીસ રોગને અટકાવવા કટિબદ્ધ હોવાનુ...

July 19, 2024 4:19 PM

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ગુજરાત સેમિકનેક્ટ પરિષદ’નો પ્રારંભ થયો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ગુજરાત સેમિકનેક્ટ પરિષદ'નો પ્રારંભ થયો છે. ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાઇ રહેલી આ એક દિવસીય પરિષદમાં વિવિધ વિષયો અંગે આઠ સત્રો યોજાશે.. રાજ્યની સ્થાનિક કંપનીઓને સેમીકન્ડક્ટરની વૈશ્વિક કંપનીઓ સાથે જોડવા માટે આ પરિષદ...

July 19, 2024 3:17 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેઓ વૈશ્વિક સારા માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે. કમિશનના પ્રમુખ તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હશે.

July 19, 2024 3:14 PM

મહિલા એશિયા કપ ક્રિકેટ T20માં શ્રીલંકાના દામ્બુલામાં ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે

મહિલા એશિયા કપ ક્રિકેટ T20માં, વર્તમાન ચેમ્પિયન ભારત આજે શ્રીલંકાના દામ્બુલામાં ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની શરૂઆત ગ્રુપ-Aની ટીમો સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે આજે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે થશે, જ્યારે ભારત અને પાકિસ્તાનની મે...

July 19, 2024 3:00 PM

બ્રિટનમાં ગઈ કાલે સાંજે લીડ્સ શહેરની આસપાસના વિસ્તારોમાં સલામતી કર્મચારીઓ સાથે સેંકડો રહેવાસીઓની અથડામણને પગલે અશાંતિ સર્જાઈ

બ્રિટનમાં ગઈ કાલે સાંજે લીડ્સ શહેરની આસપાસના વિસ્તારોમાં સલામતી કર્મચારીઓ સાથે સેંકડો રહેવાસીઓની અથડામણને પગલે અશાંતિ સર્જાઈ હતી. લોકોએ પોલિસનાં વાહનો પર પથ્થરમારો કર્યો અને એક બસમાં આગ લગાવી હતી. પશ્ચિમ યોર્કશાયર પોલિસનાં જણાવ્યા પ્રમાણે આ અથડામણમાં કોઈને ઇજા થયાનો અહેવાલ નથી. કાયદો અને વ્યવસ્થાની ...

July 19, 2024 2:56 PM

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન તેમના પર થયેલા હત્યાના પ્રયાસ બાદ મળેલા લોકોના સમર્થન અંગે તેમણએ લોકોને આભાર માન્યો હતો. ભૂતપૂર્વ યુએસ પ્રમુ...

July 19, 2024 2:52 PM

હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાકાંઠાનાં વિસ્તારો, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા માધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હર...