July 20, 2024 2:14 PM

ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર કબ્જો કરવાની નીતિઓ અને પ્રથાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન : ICJ

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત-આઇસીજે એ કહ્યું છે કે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર કબ્જો કરવાની નીતિઓ અને પ્રથાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. સંયુક્ત રાષ્ટ્રની ટોચના અદાલતે કહ્યું કે,પેલેસ્ટાઈનના કબજા હેઠળના પ્રદેશોમાં ઈઝરાયેલની હાજરી ગેરકાનૂની છે અને તેનો અંત લાવવો જોઇએ. પેલેસ્ટાઇન રાજ્ય માટે ઇઝરાય...

July 20, 2024 2:15 PM

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 એથ્લીટમાંથી સશસ્ત્ર દળોના 24 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે

પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે ભારતના 117 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 24 એથ્લીટ સશસ્ત્ર દળોમાંથી છે. આ એથ્લીટમાં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેનાર સુબેદાર નીરજ ચોપડા સહિત 22 પુરુષ અને બે મહિલા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીય દળમાં સેનાની બે મહિલાઓ પ્રથમ વાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિ...

July 20, 2024 7:59 PM

મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે થાઈલેન્ડે મલેશિયાને 22 રનથી હરાવ્યું

મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે થાઈલેન્ડે મલેશિયાને 22 રનથી હરાવ્યું હતું. 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મલેશિયા 20 ઓવરમાં આઠ વિકેટે 111 રન જ બનાવી શકી હતી. આ પહેલા, પ્રથમ બેટિંગ કરનાર થાઈલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 133 રન બનાવ્યા હતા.

July 20, 2024 1:56 PM

અમેરિકાના હ્યુસ્ટનમાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની ટીમ સ્પર્ધામાં ભારતે બ્રાઝિલને 3-0થી હરાવીને ગ્રુપ Fમાં ટોચનું સ્થાન મેળવ્યું

અમેરિકાના હ્યુસ્ટનમાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની ટીમ સ્પર્ધામાં ભારતે બ્રાઝિલને 3-0થી હરાવીને ગ્રુપ Fમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારત હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કેનેડા સામે ટકરાશે. મહિલા વર્ગમાં ભારતે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારત પોતાની અંતિમ...

July 20, 2024 1:52 PM

ગુજરાત, કોંકણ, ગોવા, તટીય કર્ણાટકમાં અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે કેરળ, તેલંગાણા, તટીય આંધ્ર પ્રદેશ, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે ઝારખંડ અ...

July 20, 2024 1:51 PM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસીના અધ્યક્ષ મનોજ સોનીએ, તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. 2017 થી આયોગના સભ્ય તરીકે સેવા આપ્યા પછી સોનીએ 16 મે, 2023 ના રોજ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અધ્યક્ષનો કાર્યકાળ છ વર્...

July 20, 2024 1:48 PM

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ તેની વેબસાઈટ પર પરિણામ જાહેર કર્યું

નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-એનટીએએ સેન્ટર અને શહેર પ્રમાણે પરિણામને ઓનલાઇન પરિણામ જાહેર કરી દીધું છે. પરિણામ અપલોડ કરવા માટે અદાલતે આજે 12 વાગ્યા સુધીની સમયમર્યાદા આપી હતી. આ વિવાદમાં સર્વોચ્ચ અદાલતમાં વધુ સુનાવણી 22 જુલાઇએ હાથ ધરાશે. દરમિ...

July 20, 2024 7:56 PM

માઇક્રોસોફ્ટ આઉટેજને કારણે ઠપ્પ થઇ ગયેલી દેશના એરપોર્ટ પરની કામગીરી ફરી પૂર્વવત થઇ રહી હોવાની નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જાહેરાત

માઈક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ગઈકાલની મોટી ખામી પછી વિમાનથી લઈને આરોગ્ય સહિતની ઘણી વૈશ્વિક સેવાઓ હવે ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ થઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે દેશના વિવિઝ એરપોર્ટ વિમાનીસેવાઓ રાબેતામુજબ શરૂ થઈ ગઈ છે. અમેરિકાની સાયબર સિક્યોરિટી કંપની ક્રાઉડ સ્ટ્રાઈકના સોફ્ટવેર અપડેટમાં ખામી...

July 20, 2024 11:50 AM

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કોસ્મેટિકના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્...

July 20, 2024 9:22 AM

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ 28 કેસ નોંધાયા, સુરત સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ બનાવાયું

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં વધુ 28 કેસો નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 58 થઈ છે.  બે દિવસમાં કેસો વધીને બમણા થયા છે. સૌથી વધુ આઠ કેસો સાબરકાંઠામાં નોંધાયા છે. પંચમહાલમાં સાત, જામનગરમાં પાંચ, અરવલ્લીમાં ચાર, મહિસાગર, ખેડા, રાજકોટ, સુરેન્દ...