July 20, 2024 8:08 PM

બિહારના પટના, બક્સર, અરવલ અને વિવિધ જિલ્લા અને મુખ્યમથકો ઉપર વિરોધ પ્રદર્શન કર્યું

ભારત બ્લોકના ઘટક પક્ષોએ આજે રાજ્યમાં કથિત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બિહારના પટના, બક્સર, અરવલ અને વિવિધ જિલ્લાનૈ મુખ્યમથકો ઉપર વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ, આરજેડી, સીપીઆઈ એમએલ અને વિપક્ષી ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓ અને પક્ષના કાર્યકરોએ રાજ્યના ઘણા ભાગોમાં નીતિશ કુમારની આગેવાની હે...

July 20, 2024 8:06 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આરોપ લગાવ્યો છે કે, ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાનીવાળી સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આરોપ લગાવ્યો છે કે, ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાનીવાળી સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. રાંચીના પ્રભાત તારા મેદાન ખાતે ઝારખંડ ભાજપની કારોબારી સમિતિની બેઠકને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, એક સાંસદના ઘરેથી ત્રણસો કરોડ રૂપિયા મળી આવ્યા હતા જ્યારે ઝા...

July 20, 2024 8:09 PM

તમામ એરપોર્ટ પર એરલાઇન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું : નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે, તમામ એરપોર્ટ પર એરલાઇન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે ગઈકાલે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી. એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે, વિક્ષેપોને કારણે બેકલોગ છે અને તે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવ્ય...

July 20, 2024 8:02 PM

હરિયાણામાં EDએ યમુનાનગરમાં ગેરકાયદેસર ખાણકામ અને મની લોન્ડરિંગ કેસમાં સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની ધરપકડ કરી

હરિયાણામાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, EDએ આજે યમુનાનગરમાં ગેરકાયદેસર ખાણકામ અને મની લોન્ડરિંગ કેસમાં સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની ધરપકડ કરી હતી. ધકપકડ બાદ આરોપીને અંબાલા જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.. 4 જાન્યુઆરીએ EDની ટીમે સોની...

July 20, 2024 8:01 PM

દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી 1 વ્યક્તિનું મોત

દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 13ને ઈજા થઈ હતી. ગ્રાન્ટ રોડના સ્લીટર રોડ પર મ્હાડા બિલ્ડીંગનો કેટલાક ભાગો તૂટી પડ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, BMCએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગ રૂબીના મંઝિલના બીજા અને ત્રીજા માળની બાલ્કની ...

July 20, 2024 8:11 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝિલેન્ડના વડાપ્રધાન વચ્ચે ટેલિફોનિક વાતચિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ફોન પર વાત કરી. ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી લક્સને ભારતમાં સામાન્ય ચૂંટણીઓ બાદ ફરીથી ચૂંટવા બદલ પ્રધાનમંત્રી મોદીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. બંને નેતાઓએ આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની તેમની પ્રતિબદ્...

July 20, 2024 7:52 PM

હિંસક વિરોધ પ્રદર્શનને પગલે બાંગ્લાદેશથી એક હજાર વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા

બાંગ્લાદેશમાં થઇ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનના પગલે લગભગ એક હજાર ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી ભારત પરત ફર્યા છે.. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 778 ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ લેન્ડ પોર્ટ દ્વારા ભારત પરત ફર્યા છે. આ ઉપરાંત, લગભગ 200 વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટ દ્વારા નિયમિત ફ્લાઇટ સેવાઓ દ્...

July 20, 2024 7:38 PM

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગત ગુરૂવારે સવારે શરૂ થયેલા વરસાદના કારણે શુક્રવારની સાંજ સુધીમાં 25 ઈંચથી વધુ વરસાદ થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. જિલ્લાની મુલાકાત દરમિયાન શ્રી માંડવિયાએ વહીવટી તંત્...

July 20, 2024 7:36 PM

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢીકરણના કુલ એક હજાર 400 કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ અંતર્ગત 377.65 કરોડ રૂપિયાના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક...

July 20, 2024 7:35 PM

રાજ્યમાં આજે 87 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રએ રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ એટલે કે, NDRFની 2 ટીમ તહેનાત કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે રાવલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો હતો. NDRFની બીજી ટુકડી ખંભાળિયા ખાતે ...