July 23, 2024 7:39 PM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું કે, વિક્સિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ નવ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવ...

July 22, 2024 7:54 PM

વરસાદના પગલે રાજ્યમાં હવાઇ સેવા પણ અસરગ્રસ્ત થઇ

વરસાદના પગલે રાજ્યમાં હવાઇ સેવા પણ અસરગ્રસ્ત થઇ છે. સુરતના હવાઈમથક ખાતે ખાનગી કંપનીના વિમાનના પાયલટે ઓછી વિઝિબલિટી વચ્ચે પણ વિમાનનું સફળ ઉતરાણ કરાવ્યું હતું. ઈન્દોરથી સુરત આવી રહેલું આ વિમાનને ભારે વરસાદના કારણે ઉતરાણમાં મુશ્કેલી થઈ રહી હતી. દરમિયાન એક કલાક હવામાં વિમાન ફેરવ્યા બાદ સલામત રીતે વિમાનન...

July 22, 2024 7:52 PM

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 જેટલા તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતે આજે રાજ્યનો સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના માણાવદર, વીસાવદર, માળિયા હાટિના, દ્વારકા , ઉપલેટા પં...

July 22, 2024 7:49 PM

રાજ્યમાં આવતીકાલે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું

રાજ્યમાં આવતીકાલે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 24 જુલાઈએ અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ,...

July 22, 2024 7:47 PM

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક ૩૦ થી વધુ થયો છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 84 કેસ છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટમાં ગોંડલ તાલુકાના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત નીપજ્યાં છે. સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં 11 વર્ષી...

July 22, 2024 7:45 PM

રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમ જ તડછારો જેવા રોગથી રક્ષણ આપવા રોગમુક્ત બિયારણ ઉપયોગમાં લેવું જોઈએ. તેમ જ મકાઈની રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદ...

July 22, 2024 7:44 PM

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.ભૂતાનના રાજા સાથેના પ્રતિનિધિમંડળનું ભૂતાનના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં અન ગરબાની પ્રસ્તુતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તમામ મહાનુભાવોને વૉલ ઑફ યુનિટીથી માહિતગાર કરાયા ...

July 22, 2024 7:41 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે.અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કારગિલ જિલ્લાનાં દ્રાસ ખાતે 24થી 26 જુલાઇ દરમિયાન ઉજવણી કરવામાં આવશે. અમારા લેહ લદાખના પ્રતિનિધીના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી દ્રાસ ખાતે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લે...

July 22, 2024 7:38 PM

છેલ્લા પાંચ વર્ષમાં જલ જીવન મિશન (JJM) – હર ઘર જલ હેઠળ ગ્રામીણ પરિવારોને લગભગ 11 કરોડ 75 લાખ નળના જોડાણો આપવામાં આવ્યા

સરકારે જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં જલ જીવન મિશન (JJM) - હર ઘર જલ હેઠળ ગ્રામીણ પરિવારોને લગભગ 11 કરોડ 75 લાખ નળના જોડાણો આપવામાં આવ્યા છે. જલ શક્તિ રાજ્ય મંત્રી વી. સોમન્નાએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઓગસ્ટ 2019માં જ્યારે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું ...

July 22, 2024 7:36 PM

આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાના વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદી...