July 30, 2024 7:44 PM

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪ ના ઉદ્ઘાટન બાદ સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪ ના ઉદ્ઘાટન બાદ સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી . મંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે સંવાદ કરી રમત વિષયક માહિતી મેળવી હતી ,તેમજ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા તીરંદાજી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાપુતારાનું જિલ્લા રમ...

July 30, 2024 7:42 PM

રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં, કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્ર...

July 30, 2024 7:40 PM

કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે

કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. બજેટને લઈને ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ દ્વારા સિલવાસામાં પાર્ટીના મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણ...

July 30, 2024 7:38 PM

ભુગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભુગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજુરી આપી

ભુગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભુગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજુરી આપી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં બંધ તેમજ બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવામાં આવશે. રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો...

July 30, 2024 3:31 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આવતીકાલે “સખી સંવાદ” કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આવતીકાલે “સખી સંવાદ” કરશે.ગાંધીનગરના મહાત્મા મંદિર માં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યભર...

July 30, 2024 3:29 PM

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે પેમેન્ટની વધુ એક સુવિધા શરૂ કરાઇ

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે પેમેન્ટની વધુ એક સુવિધા શરૂ કરાઇ છે. મહેસાણાના રેલવે સ્ટેશનથી હવે QR કોડ સ્કેન કરી ટ્રેનની ટીકીટ ખરીદી શકાશે. હાલમાં બે કાઉન્ટર ઉપર સુવિધા શરૂ કરાઇ છે. ડીજીટલ સેવાને વધુ વેગવાન બનાવવા મુસાફરોને રોકડ રૂપિયાથી છુટકારો મળશે. અમદાવાદ બાદ ઉત્તર...

July 30, 2024 3:28 PM

રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી

રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી હતી.મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકા...

July 30, 2024 3:25 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢવાસીઓને ૩૯૭ કરોડ રૂપિયાના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢવાસીઓને ૩૯૭ કરોડ રૂપિયાના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.મુખ્યમંત્રીએ જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી ર...

July 30, 2024 3:24 PM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા

રાજભવનમાં આજે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને ત્રણ માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે સૌપ્રથમ મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર આર. સોનીને શપથ લેવડાવ્યા હતા અને તેમને શુભક...

July 30, 2024 2:32 PM

ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી

ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જૂથ જાહેર કરાયેલા લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરવા માંગણી કરી છે. ગઈ કાલે ટોકિયોમાં બેઠક બાદ પ્રસિધ્ધ કરવામાં આવેલા ...