July 31, 2024 2:22 PM

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 157 થયોઃ 100 લોકો ગુમ

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 157 થયો છે, જ્યારે વિવિધ હોસ્પિટલમાં 186 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. અને લગભગ 100 લોકો ગુમ હોવાના અહેવાલ છે, આ સંખ્યા વધવાની પણ શક્યતા છે. બચાવ કાર્યકર્તાઓએ વાયનાડના મુંડક્કાઈમાંથી વધુ મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કાટમાળ નીચે વધુ મૃતદેહો દટાયેલા ...

July 31, 2024 11:10 AM

પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે

પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે. ટોક્યોમાં કાંસ્ય ચંદ્રક જીતનારાં મુક્કેબાજ લવલિના બોર્ગોહાઈન નૉર્વેનાં સુન્નીવા હૉક્સટાડની સામે રમશે. નિશાનેબાજીમાં ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રિ પોઝિશન ક્વાલિફ...

July 31, 2024 11:09 AM

ભારતે ટી-20 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું

ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 મેચની શ્રેણીમાં ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવી દીધું છે. ભારતે પહેલા બેટિંગ કરતા શ્રીલંકાને જીતવામાટે 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, શ્રીલંકાએ 20 ઑવરમાં 8 વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક હાંસલ કરી લેતા સુપર ઑવર કરાવવી પડી હતી. સુપર ઑવરમાં શ્રીલંકા માત્ર...

July 31, 2024 11:07 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં આ શુક્રવારે પહેલી વાર રાજ્યપાલોનું 2 દિવસનું સંમેલન યોજાશે

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામં રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન હશે. રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યું કે, તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અ...

July 31, 2024 11:05 AM

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ આજથી ભારતના ત્રણ દિવસ રાજકીય પ્રવાસે

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસ અંતગર્ત નવી દિલ્હી પહોંચ્યા છે. પ્રતિનિધિમંડળમાં અનેક મંત્રીઓ અને વ્યાપારી પ્રતિનિધિઓ પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વિદેશ રાજ્યમંત્રી પબિતા માર્ગેરિયાએ હવાઈમથક પ...

July 31, 2024 11:04 AM

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત – 200થી વધુ લોકો ગુમ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે. જ્યારે વિવિધ હૉસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે. તેમ જ 200થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. સેનાની ત્રણેય પાંખ, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સંયુક્તપણે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. વાયનાડમાં ચાલી રહેલી 45 રા...

July 31, 2024 11:03 AM

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે પહેલીથી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે સમગ્ર રાજ્યમા દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી થી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ ક...

July 31, 2024 11:00 AM

 રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ શંકાસ્પદ કેસની સંખ્યા 137 પર પહોંચી, અત્યાર સુધીમાં 56 દર્દીના મોત

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, વાઈરલ એન્કેફેલાઈટીસના શંકાસ્પદ કુલ કેસની સંખ્યા 137 એ પહોંચી છે. આમાંથી કુલ 51 કેસ પોઝિટિવ મળ્યા છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઈરસના કારણે 56 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 29 દર્દી સારવાર હેઠળ તો 52 દર્દીને રજા આપવામાં આવી છે. આરોગ્યન...

July 31, 2024 10:59 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સ્વ-સહાય જૂથની મહિલાઓ સાથે સખી સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથની મહિલાઓ સાથે “સખી સંવાદ” કરશે.. ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવનધોરણ સુધારવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યભરના 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારી...

July 31, 2024 10:58 AM

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ એક મહિનામાં 1 લાખ 14 હજારથી વધુ દર્દીને સેવા પૂરી પાડી

છેલ્લાં એક મહિનાથી રાજ્યભરમાં પડી રહેલા વરસાદ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ 1 લાખ 14 હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી છે. એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 15 લાખ 37 હજાર લોકોનાં જીવ બચાવ્યા છે અને એક લાખ 42 હજારથી વધુ મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી છે. અત્યાર સુ...