August 2, 2024 2:14 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઈરાનના તમામ જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરતા ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના જોખમનો સામનો કરવા અમેરિકી સૈન્ય મોકલવા મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડને આંતકવાદી સંગઠન હમાસ, હિજબુલ્લાહ અને હૈતી સહિત ઇરાનના તમામ જ...

August 2, 2024 2:09 PM

હિમાચલ પ્રદેશમાં આવેલ પૂરમાં અત્યારસુધીમાં પાંચ મૃતદેહ મળ્યા :જ્યારે 48 લોકો ગુમ

હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં બુધવારે મધ્યરાત્રિએ વાદળ ફાટવાના કારણે આવેલા પૂરે તબાહી મચાવી હતી. અત્યારસુધીમાં પાંચ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 48 લોકો ગુમ છે અને શોધ અભિયાન ચાલી રહ્યું છે. શિમલા જિલ્લાના રામપુરને અડીને આવેલા સમેજમાં સૌથી વધુ 36 લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમ મંડી જિલ્...

August 2, 2024 10:48 AM

UPI આધારિત વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો થયો

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPI આધારિત વ્યવહારો જુલાઈ મહિનામાં વધીને 20.64 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાએ ગઈ કાલે આ અંગે અહેવાલ જાહેર કર્યો છે, જેમાં કહેવાયુ છે કે UPI ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો થયો છે. જુલાઈમાં કુલ UPI ટ્રાન્ઝેક્શનની સ...

August 2, 2024 10:47 AM

ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે

ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. દરમિયાન SDRF, NDRF, DDRF, પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટુકડીઓએ મળીને અત્યાર સુધીમાં 2 હજાર લોકોને બચાવ્યા છે. જેમાં 425 જેટલા લોકોને ભિમબાલી, રામબાડા અને લિંચોલીમાંથી એર લિફ્ટ કરાયા હતા, જ્યારે અગિયા...

August 2, 2024 10:45 AM

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં મુખ્ય આરોપી મનિષ પ્રકાશ, સિકન્દર યાદવેંદુ તેમજ 11 અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે સંગઠીત કૌભાંડને ઉજાગર ક...

August 2, 2024 3:04 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનો પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયું છે. આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજ્યપાલ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય મંત્રી અમિત શાહ,ધર્મેન્દ્રપ્રધાન,શિવરાજસિંહ ચૌહાણ,અશ્વિની વૈષ્ણવ અને ડૉ મન...

August 2, 2024 1:57 PM

પેરિસ ઓલિમ્પિકની બેડમિન્ટનની પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના ખેલાડી સામે રમશે

પેરિસ ઓલિમ્પિકમાં આજે સાતમા દિવસે અનેક ભારતીય ખેલાડીઓ નિશાનેબાજી,તીરંદાજી, બેડમિન્ટન, જુડો, હોકી અને એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેશે.નિશાનેબાજીમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે, જ્યારે બેડમિન્ટન પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચીની-તાઇપેઇન...

August 2, 2024 10:39 AM

ક્રિકેટમાં આજથી ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડે મેચ શ્રેણીનો કોલંબોમાં પ્રારંભ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ દિવસીય ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે શરૂ થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ શ્રેણીમાં રમશે. આ પૂર્વે ભારતે શ્રીલંકા સામે ટી20 મેચની શ્રેણીમાં ત્રણ શૂન્યથી જીત મેળવી હતી.

August 2, 2024 3:08 PM

આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે.આજે સવારે છ વાગે પૂર થતાં ચોવીસ કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 62 મીલીમીટર, ડાંગના આહવા અને વઘઈમાં 50 મીલીમીટર કરતાં વધુ વરસાદ વરસ્યો છે.. વરસાદને કારણે રાજ્યમાં ૭૦ રસ્તાઓ બંધ હાલતમાં છે.. સ્ટેટ હાઈવે હસ્તકના ચાર રસ્તાઓ પ...

August 2, 2024 10:35 AM

ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે દરિયા કિનારેથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી વધુ એક વાર મોટી માત્રામાં માદક પદાર્થો મળી આવ્યા છે. ગઇ કાલે ગીર સોમનાથ SOG, FSL સહિતની ટીમોએ સુત્રાપાડાના ધામળેજ ખાતે દરિયાકિનારાથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત કર્યા છે ગઈ કાલે ગીર સોમનાથ એસ.ઓ.જી., પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈના માર્ગદર્શન હેઠળ પો...