August 2, 2024 8:11 PM

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એક લાખ ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળએક લાખ ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.  ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં એક લેખિતજવાબમાં કહ્યું કે એપ્રિલ 2021 થી  ઉત્તરપ્રદેશમાં 16 હજાર કિલોમીટરથી વધુ અને મધ્ય પ્રદેશમાં 9 હજાર 295 કિલોમીટરથી વધુરસ્તાઓનું નિર...

August 2, 2024 8:05 PM

સરકારે અત્યાર સુધીમાં 18 OTT પ્લેટફોર્મ સામે પગલાં લીધાં છે :માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન

માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ.મુરુગને આજે જણાવ્યું હતું કે, સરકારેઅત્યાર સુધીમાં 18 OTT પ્લેટફોર્મસામે પગલાં લીધાં છે. OTT પ્લેટફોર્મપર ડિજિટલ પાઈરેસી પર આજે રાજ્યસભામાં પૂરક જવાબ આપતા, શ્રી મુરુગને જણાવ્યું હતું કે, OTT સામગ્રીઓ પર દેખરેખ રાખવા માટેમાર્ગદર્શિકા પહેલાથી જ અમલમાં  છે.તેમણે જ...

August 2, 2024 8:03 PM

વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ :રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.  આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યુંહતું કે આ પરિષદમાં  પસંદ કરાયેલ મુદ્દાઓ રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિર્ણાયક છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે ફોજદારી ન્યાય સંબંધિત ત્રણ નવા કાયદાના અમલીકરણ સાથે...

August 2, 2024 8:00 PM

નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે:કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, નીટ યુજી પરીક્ષા પધ્ધતિના નિર્ધારીત નિયમોનો ભંગ થયો હોય તેવું જણાવ્યું નથી આથી પુનઃ પરિક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થ...

August 2, 2024 7:57 PM

રાજ્ય સરકારે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મુક્યા

ગુજરાત વડી અદાલતના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મુક્યા છે.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે સમક્ષ હાથ ધરાયેલી સુઓમોટો અરજી ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને રાજકોટની ઘટના બા...

August 2, 2024 7:56 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા કરશે. અમદાવાદ મહાનગરપા...

August 2, 2024 7:54 PM

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને ટોલ ફ્રી નંબર–૧૯૩૦ પર તુરંત સંપર્ક કરવા જણાવ્યું. વધુમાં તેમણે મોબાઇલ પર પોતાના કોઇ...

August 2, 2024 7:52 PM

સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સુરતના ઓલપાડ ખાતે કરેલી દરોડાની કાર્યવાહીમાં પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. આ ફેક્ટરી ખાતેથી આશરે ૨ લાખ રૂપિયાની કિંમતનું કાચો માલસામાન, ૭૦ હજાર રૂપિયાની કિંમતનું પેકીંગ મટ...

August 2, 2024 7:50 PM

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45 હજાર 155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી

રાજ્ય સરકારની ધોરણ-1થી 8માં અભ્યાસ કરતાં આદિજાતીના વિદ્યાર્થીઓને ગણવેશ લેવા માટે અપાતી સહાય યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45 હજાર 155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી છે. એવી જ રીતે, આદિજાતિના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળે તે હેતુથી અપાતી ભોજન સહાય યોજના છેલ્લા પાંચ વ...

August 2, 2024 7:48 PM

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા ખાતાધારકોને રાહત મળી છે.. પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેની તેમની નિતીમાં પણ સુધારો કર્યો છે. વધુમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, 20...