August 3, 2024 7:43 PM

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રૉજેક્ટનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રૉજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉદવહન સિંચાઈ યોજના થકી ખેડાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહીસાગરમાં બાલાસિનોર તાલુકાના મળીને 125 ગામને સિંચાઈની સુવિધા...

August 3, 2024 7:41 PM

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે “નો પાર્કિંગ ઝોન” અને “વન-વે” માર્ગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે “નો પાર્કિંગ ઝોન” અને “વન-વે” માર્ગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સોમવારથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભને ધ્યાનમાં આ નિર્ણય લેવાયો છે. આ જાહેરનામા અનુસાર, ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી અને ...

August 3, 2024 7:38 PM

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અને પાંચમી ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ઑરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અને પાંચમી ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર હવેલીમાં ઑરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને જોતા આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના ...

August 3, 2024 7:37 PM

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છ...

August 3, 2024 7:36 PM

રાજ્યમાં અનધિકૃત રીતે નાણાં ધીરનાર કુલ 565 આરોપી સામે 323 ગુના દાખલ કરવામાં આવ્યા છે

રાજ્યમાં અનધિકૃત રીતે નાણાં ધીરનાર કુલ 565 આરોપી સામે 323 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 343 આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજ્યભરમાં પોલીસે અનધિકૃત રીતે નાણાં ધીરનાર સામે 31 જુલાઈ સુધી વિશેષ ઝૂંબેશ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે યોજેલા 1 હજાર 648 લોકદરબારમાં 76 હજાર નાગરિકો જોડાયા હતા. પોલીસની આ ...

August 3, 2024 7:34 PM

ભારત સરકારનાં એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્યને વિવિધ શ્રેણીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે

દિલ્હીમાં આંબેડકર હોલ ખાતે યોજાયેલા ભારત સરકારનાં એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્યને વિવિધ શ્રેણીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ ને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર અને કિડની હોસ્પિટલ...

August 3, 2024 7:33 PM

રાજ્યમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

રાજ્યમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના જિલ્લામાંથી પસાર થનારો આ કોરિડોર બનવાથી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે એમ મુખ્યમંત્રીએ જણા...

August 3, 2024 7:31 PM

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ ...

August 3, 2024 3:24 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71 અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71 અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આગામી સમયમાં ગુજરાત શહેરી વિકાસ કંપની - GUDC. દ્વારા નગરપાલિકાઓમાં 18 મિની ફાયર ટેન્ડર,  21 વૉટર બાઉસર, 29 વૉટર કમ ફૉમ ટેન્ડર અને 2 ઇલેકટ્રિક રેસ્ક્યૂ બોટ ...

August 3, 2024 3:22 PM

રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે

રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે..કચ્છના કોટેશ્વર, ઉના પાસે નલીયા માંડવી તથા કેવડીયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે. કેવડીયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર...