August 4, 2024 3:08 PM

સુરતના અડાજણમાં 100થી વધુ હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શનને ગઇકાલથી ખૂલ્લું મુકવામાં આવ્યું

સુરતના અડાજણમાં 100થી વધુ હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શનને ગઇકાલથી ખૂલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં, સુરતના સાંસદ મુકેશ દલાલે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક ઉત્પાદનોને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો. એન્ટરપ્...

August 4, 2024 3:06 PM

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવા માટે દમણ ખાતે ચિયર ફોર ભારત કાર્યક્રમ યોજાયો

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવા માટે દમણ ખાતે ચિયર ફોર ભારત કાર્યક્રમ યોજાયો હતો. દમણના ટીટીઆઈ હોલ ખાતે રમતગમત વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થમાં ચંદ્રક જીતનારા ખેલાડીઓ તેમજ દમણના રમતવીરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્ર પોલીસના એસ.પી. નરસિંહ યાદવે ખેલા...

August 4, 2024 2:12 PM

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે, આ મુલાકાતનો હેતુ આઇટી, આરોગ્ય, ઉત્પાદન, સંશોધન અને વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રમાં રાજ્ય માટે રોકાણને આકર્ષવાનો છે. મુખ્યમંત્...

August 4, 2024 2:10 PM

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં 54 હજાર 727 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં 54 હજાર 727 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના જણાવ્યા અનુસાર 32 હજાર 364 કરોડનું ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે 22 હજાર 363 કરોડનું રોકાણ ધિરાણમાં કરવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માન...

August 4, 2024 2:09 PM

સુંદરવનના મોટા ભાગમાં નદીઓ ખૂબ પાણીથી વહી રહી છે, બ્લોક અને પેટાવિભાગ કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો

સુંદરવનના મોટા ભાગમાં નદીઓ ખૂબ પાણીથી વહી રહી છે. બ્લોક અને પેટાવિભાગ કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ ગંગાસાગર, મૌસુની ટાપુ, પાથર પ્રતિમાના ગોબરધનપુર અને ઘોરમારા વિસ્તારોમાં નદીના કિનારાઓ પૂરથી ભરાઈ ગયા હતા અને ભારે વરસાદ તેમજ ભરતીના કારણે પાળ તૂટ્યા હતા. આજે વરસાદની યલો એલર્ટ જાહેર કર...

August 4, 2024 2:08 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે. આ મેચ બપોરે અઢી વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી.

August 4, 2024 2:06 PM

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે. આ મેચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ઉપરાંત આજે મુક્કેબાજીમાં લવવિના બોરગોહેન 75 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીનનાં લી કિઆન સામે રમશે. પુરૂષ હૉકીની ક્વાર્ટર ...

August 4, 2024 2:05 PM

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર આજે સવારે ઊભી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર આજે સવારે ઊભી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. ત્યારબાદ અધિકારીઓએ યાત્રીઓને તાત્કાલિક બહાર મોકલ્યાં હતાં. અગ્નિશામક દળના જવાનો આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનની નજીકમાં કેટલાક એસી કોચમાં આગ લાગી હત...

August 4, 2024 2:04 PM

યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમે તેમના નાગરિકોને તાત્કાલિક ધોરણે લેબનોન છોડવાની સલાહ આપી

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ અને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની આશંકા વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમે તેમના નાગરિકોને તાત્કાલિક ધોરણે લેબનોન છોડવાની સલાહ આપી છે. દુશ્મનાવટ વધવાના ડરથી સ્વીડને બૈરુતમાં પોતાના દૂતાવાસને સૌથી પહેલા બંધ કરી દીધું હતું. સ્વિડને ગઈકાલે પોતાના નાગરિકોને લેબનોન...

August 4, 2024 3:18 PM

પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં ઓછા દબાણના વિસ્તારને કારણે આસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે જણાવ્યુ કે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના ઘાટ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે જમ્મ...