August 6, 2024 11:02 AM

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે. મેચ રમાનાર છે. હૉકીમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે સેમિફાઇનલ મેચ રમાશે. ટોકિયો ઑલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ...

August 6, 2024 11:00 AM

બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે ભારતમાં વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી હતી

બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે ભારતમાં વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી હતી. એક અહેવાલ પ્રમાણે, શેખ હસીના બ્રિટનમાં શરણ પ્રાપ્ત કરે ત્યાં સુધી ભારત તેમને તમામ મદદ પૂરી પાડશે. જો કે, શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા અંગે બ્રિટન સરકારે કોઇ પુષ્ટી કરી નથી. હસીનાની સાથે તેમ...

August 6, 2024 10:58 AM

હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, અને સિક્કીમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી બે દિવસમાં ભારે ...

August 6, 2024 10:57 AM

ભારતની અધ્યક્ષતામાં બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ

ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર – બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર ત્રણ દિવસીય આ સંમેલનનું ઉદ્ઘઘટન કરશે, જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે. આ કાર્યક્ર...

August 6, 2024 10:55 AM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રાતુ વિલિયમ માઇવલીલી કેતોનિવેર અને પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુએ આજે સવારે ફિજીની સંસદમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ ગઈકાલે ફિજીની રાજધાની સુવા પહોંચ્યા હતા. જ્યાં ફિજીના પ્રધાનમંત્રીએ તેમને આવકાર્યા હતા. ફિજી...

August 6, 2024 10:52 AM

રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ – આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના 144 તાલુકામાં ગઈ કાલે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામા પડ્યો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 150 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં સરેરાશ 30 ઇંચની સામે અત્યાર સુધી 46 ઇંચ વરસાદ ...

August 6, 2024 10:51 AM

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ બેનાં મોત – કુલ મૃત્યુ આંક 68 થયો

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ બે બાળકોના મૃત્યુ થયા છે આ સાથે મૃત્યુ આંક વધીને 68 થયો છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના કુલ 159 કેસો છે. જેમાંથી 20 દર્દી દાખલ છે. 69 દર્દીઓના સારવાર બાદ રજા અપાઇ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને નિયંત્રણ – અટકાયતી માટે તંત્ર દ્વારા સઘન કામગીરી કરાઈ રહી છ...

August 6, 2024 10:48 AM

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક યોજનાઓના લાભ ઉપલબ્ધ છે. 12 લાખ 84 હજાર 404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2 લાખ 49 ...

August 6, 2024 10:47 AM

શિક્ષકોનાં ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરના ડભોડા ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આયોજિત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત...

August 5, 2024 8:16 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતની “પ્રાકૃતિક કૃષિ સખી” ની પહેલ અન્ય રાજ્યોને અપનાવવા અનુરોધ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 'પ્રાકૃતિક કૃષિ સખી' બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે તેવું સૂચન કર્યું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા રાજ્યપાલોના સંમેલન પહેલા રાજ્યપાલોની અનૌપચારિક બેઠક યોજાઈ હતી. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, રાજ્યમાં ગ્રામીણ મહિલાઓને પ્રાકૃતિ...