September 22, 2024 7:42 PM

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સહિત આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓએ આજે નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે જાહેર સભાને સંબોધી હતી. શ્રી કેજરીવાલે કહ્યું કે તેમણે નૈતિક કારણોસર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તેમને સત્તાનો કોઈ લોભ નથી...

September 22, 2024 7:40 PM

હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં અર્જુન એરીગૈસીએ સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો

હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતે પ્રથમ સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. અર્જુન એરીગેસીએ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં સર્બિયાના જેન સુબેલ્જને હરાવ્યા હતા. આ સાથે FIDE રેન્કિંગ્સમાં અર્જુન વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. 2797 પોઇન્ટ સાથે તેઓ સૌથી ઊંચો રેન્ક ધરાવતા ભારતી...

September 22, 2024 7:40 PM

વિદેશી સંસ્થાકીય રોકાણકારો – FIIએ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ભારતીય શેરબજારમાં 34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

વિદેશી સંસ્થાકીય રોકાણકારો - FIIએ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ભારતીય શેરબજારમાં 34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝીટરી ડેટા પ્રમાણે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ FPI એ ઇક્વિટી બજારમાં 33 હજાર 691 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે પણ ઋણ બજારમાંથી 245 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આ વર્ષ...

September 22, 2024 7:39 PM

અમેરિકામાં બર્મિંઘમમાં સામૂહિક ગોળીબારની ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયા હતા અને 12 લોકોને ઇજા થઈ

અમેરિકામાં બર્મિંઘમમાં સામૂહિક ગોળીબારની ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયા હતા અને 12 લોકોને ઇજા થઈ હતી.. ગોળીબાર ગઈકાલે મધ્યરાત્રિ પહેલા થયો હતો અને ચાર પીડિતો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. આઠ પીડિતોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમાંથી ચારની સ્થિતિ ગંભીર છે. ઘટનામાં એકથી વધુ હત્...

September 22, 2024 7:39 PM

દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે : અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે રવિવારે જણાવ્યું હતું કે, દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે. એરપોર્ટ લોંજમાં સેવામાં અવરોધ ઊભો થતાં કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે એરપોર્ટ લોંજ ખાતે તમામ મહત્વનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ...

September 22, 2024 7:38 PM

ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરશે

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળનું ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. વીરેન્દ્ર કુમાર કરશે. સાંકેતિક ભાષાઓ દ્વારા સર્જાતી ...

September 22, 2024 7:37 PM

ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો

ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં એક—શૂન્યથી આગળ છે. 515 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં માત્ર 234 રન બનાવી ઑલ-આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી આર અશ્વિને 6 વિકેટ લ...

September 22, 2024 7:36 PM

શ્રીલંકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાવરના અનુરા કુમારા દિસાનાયકેનો વિજય

શ્રીલંકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાવર-NPPનાં અનુરા કુમારા દિસાનાયકેનો વિજય થયો છે. કોઇ ઉમેદવારને જીતવા માટે જરૂરી 50 ટકા મત ન મળતા બીજા તબક્કાની મતગણતરી કરવામાં આવી હતી. વિરોધપક્ષના નેતા સાજિથ પ્રેમાદાસા બીજા ક્રમ રહ્યા હતા.

September 22, 2024 7:26 PM

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢમાં એક ચિંતન શિબિર યોજાઈ

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢમાં એક ચિંતન શિબિર યોજાઈ ગઈ. વેટરનરી કોલેજ ખાતે રાજ્યકક્ષાની ચિંતન શિબિરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે રાજ્યભરના પશુપાલન અને ડેરી ક્ષેત્રના નિષ્ણાંતોને પ્રવર્તમાન...

September 22, 2024 7:26 PM

દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડએ આજે જણાવ્યું છે કે, દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે. એરપોર્ટ લોંજમાં સેવામાં અવરોધ ઊભો થતાં કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે એરપોર્ટ લોંજ ખાતે તમામ મહત્વનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વી...