September 23, 2024 9:42 AM

ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે

ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે. ભારત ગૌરવ માનસખંડ એક્સપ્રેસ દ્વારા બદ્રી-કેદાર-કાર્તિક સ્વામી યાત્રા 10 રાત્રિ અને 11 દિવસનું પેકેજ છે, જેમાં ઋષિકેશ, રુદ્રપ્રયાગ, ગુપ્ત કાશી, કેદારનાથ, કાર્તિક સ્વામી મ...

September 23, 2024 9:39 AM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે. પાંચ જિલ્લાની 26 વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે. આ જિલ્લાઓમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટ...

September 23, 2024 9:37 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પીએમ કિસાન નિધિના 17મા હપ્તા હેઠળ 9 કરોડ 30 લાખ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. ખેડૂતોને તેમની પેદાશની યોગ્ય કિંમત મળી રહે તે માટે વર્ષ 2024-25નાં ખરીફ પાક માટે લઘુ...

September 23, 2024 9:35 AM

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. શ્રી ગોયલ બુધવારે ઓસ્ટ્રેલિયાના વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ સાથે બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન, બંને દેશો દ્વિપક્ષીય આર્થિક જોડાણને વ...

September 23, 2024 9:29 AM

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસ એન્જલસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસએન્જલસમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. ભારત હાલમાં ન્યુયોર્ક, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો અને સિએટલમાં છ કોન્સ્યુલેટ ધરાવે છે. પ્રધાનમંત્રીએ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસની તિરુવલ્લુવર ચેર ખોલવાની પણ જાહેરાત...

September 22, 2024 7:47 PM

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું. ભારત મંડપમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લગભગ 90 દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, 18 કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત સરકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઉભરતી ભૂમિકા પર પ્રકાશ પાડ...

September 22, 2024 7:46 PM

સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં UPSC સિવિલ સર્વિસિસ, IIT અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપ્યું

સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં UPSC સિવિલ સર્વિસિસ, IIT અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપ્યું છે. ગ્રાહક બાબતોના વિભાગે આજે જણાવ્યું હતું કે 656થી વધુ વિદ્યાર્થીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન-1915 પર તેમની ફરિયાદો નોંધીને કોચિંગ સેન્ટરો...

September 22, 2024 7:44 PM

પૂર્વ ઈરાનના દક્ષિણ ખોરાસાન પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા

પૂર્વ ઈરાનના દક્ષિણ ખોરાસાન પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. ગઈ કાલે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 9 વાગ્યે તાબાસમાં મદનજૂ ખાણમાં મિથેન ગેસ લીક થતાં વિસ્ફોટ થયો હતો. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ખાણના બે બ્લોકમાં 69 શ્રમિકો હતા. હજુ પણ કેટલા શ્રમિકો ભૂગર્ભમાં ફસાયેલ...

September 22, 2024 7:43 PM

હવામાન વિભાગે આવતી કાલથી મધ્ય, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં અનેક ભાગોમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતી કાલથી મધ્ય, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં અનેક ભાગોમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સોમવારથી ચાર દિવસ માટે વિદર્ભ, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત, આવતીકાલથી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ...

September 22, 2024 7:43 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વધતા જતા વૈશ્વિક તણાવને જોતાં ક્વાડ દેશોનાં સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વનાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વધતા જતા વૈશ્વિક તણાવને જોતાં ક્વાડ દેશોનાં સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વનાં છે. શ્રી મોદીએ એમ પણ જણાવ્યું કે, ક્વાડ લાંબા ગાળાનું ભાગીદાર જૂથ રહેશે અને દ્વિપક્ષીય વૃધ્ધિ અને સ્થિરતા માટે ભારત-પ્રશાંત દેશો સાથે જોડાણ માટે તૈયાર છે....